04 February, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘બૉર્ડર’ બાદ આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે
OTT પ્લેટફૉર્મ નેટફ્લિક્સે જાહેરાત કરી છે કે એ ‘ઇક્કા’ નામની ફિલ્મ લઈને આવી રહ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ, અક્ષય ખન્ના, તિલોત્તમા શોમ અને દિયા મિર્ઝા મુખ્ય ભૂમિકાઓમાં નજર આવશે. આ ફિલ્મ એક એવા વકીલની વાર્તા છે જેણે મજબૂરીમાં એક હત્યાના આરોપીનો બચાવ કરવો પડે છે. ફિલ્મમાં સની દેઓલ નૈતિકતા અને અનૈતિકતાની વચ્ચે ફસાયેલા વકીલનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં કેસ જીતવા માટે વકીલને નૈતિક કે અનૈતિક ચાલનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે જો તે આ કેસ હારે તો તે પોતાની જીવનની સૌથી કીમતી ચીજ ગુમાવી બેસે એવો ખતરો છે. તેનો સંઘર્ષ જ ફિલ્મને વધુ ઇન્ટેન્સ અને રસપ્રદ બનાવે છે. ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘બૉર્ડર’ બાદ આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થઈ ચૂક્યું છે.