લાહોર 1947 ટકરાશે સલમાન ખાનની બૅટલ ઑફ ગલવાન સાથે?

10 February, 2026 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘લાહોર 1947’માં સની દેઓલ લીડ રોલમાં છે

સલમાન ખાન ‘બૅટલ ઑફ ગલવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે

સની દેઓલ અને આમિર ખાનની ફિલ્મ ‘લાહોર 1947’ની રિલીઝ-ડેટ આખરે નક્કી થઈ ગઈ છે. આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અને રાજકુમાર સંતોષી દિગ્દર્શિત આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ૧૩ ઑગસ્ટે રિલીઝ થશે. આ સંજોગોમાં ‘લાહોર 1947’ની ટક્કર રીશૂટિંગને કારણે પોસ્ટપોન થયેલી સલમાન ખાનની ‘બૅટલ ઑફ ગલવાન’ સાથે થાય એવી પૂરેપૂરી શક્યતા છે. હકીકતમાં સલમાનની ફિલ્મ પહેલાં ૧૭ એપ્રિલે રિલીઝ થવાની હતી, પણ હવે એને સ્વતંત્રતા દિવસની આસપાસ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

‘લાહોર 1947’માં સની દેઓલ લીડ રોલમાં છે. આ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર થઈ એ પછી આમિરે દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને યાદ કરતાં કહ્યું હતું કે ‘આ ધરમજીની મનપસંદ સ્ક્રિપ્ટ્સમાંની એક હતી અને મને ખુશી છે કે તેઓ આ ફિલ્મ જોઈ શક્યા.’

‘લાહોર 1947’માં સની દેઓલ સાથે શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજર આવશે. ફિલ્મનું સંગીત એ. આર. રહમાને તૈયાર કર્યું છે અને ગીતોના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા છે.

upcoming movie Salman Khan sunny deol aamir khan rajkumar santoshi entertainment news bollywood bollywood news