સુનીલ શેટ્ટી બનશે સોળમી સદીનો યોદ્ધા

20 January, 2019 08:12 AM IST  | 

સુનીલ શેટ્ટી બનશે સોળમી સદીનો યોદ્ધા

સુનીલ શેટ્ટી કરશે કમબેક

સુનીલ શેટ્ટી હવે એક પિરિયડ-થ્રીલરમાં યોદ્ધા બનીને લડતો જોવા મïળશે. તેની છેલ્લી ફિલ્મ ‘અ જેન્ટલમૅન’ હતી. તે છેલ્લા ઘણા સમયથી પોતાના બીમાર પિતા સાથે સમય પસાર કરી રહ્યો હતો. પ્રિયદર્શનની ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ માટે ૫૭ વર્ષનો સુનીલ શેટ્ટી તેની બૉડી પર પણ ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આશરે દસ વર્ષ બાદ સુનીલ અને પ્રિયદર્શન આ પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. તેમણે છેલ્લે ‘દે દના દન’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુનીલનો લુક હૉલીવુડની વૉર-ફિલ્મ ‘ટ્રૉય’થી પ્રેરિત છે. આ ફિલ્મમાં તે તલવારબાજી કરતો જોવા મïળશે. આ ફિલ્મ માટે આર્ટિફિશ્યલ દરિયો અને વિન્ટેજ વૉરશિપ બનાવવામાં આવશે. સાઉથના હીરો મોહનલાલ, પ્રભુ દેવા અને સુનીલ શેટ્ટી રામોજી ફિલ્મસિટીમાં આ ફિલ્મ માટે 85થી 90 દિવસનું શૂટિંગ કરવાના છે. આ ફિલ્મ નેવીના ચીફ મોહમ્મદ અલી જે કુંજલી મરક્કર ચોથાના નામે ઓળખાતા હતા તેમના જીવન પરથી બની રહી છે. તેમનું પાત્ર મોહનલાલ ભજવશે. ફિલ્મનું બજેટ લગભગ 150 કરોડનું છે. પોટુર્ગીઝ અને ઝમોરીનના યુદ્ધને અદ્ભુત દેખાડવા માટે છેલ્લા એક વર્ષથી ઇન્ટરનૅશનલ સ્ટુડિયો ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃબાળકો માટે ફરી ફિલ્મનિર્માણ કરવા સજ્જ સુનીલ શેટ્ટી

ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં પૂરું કરવામાં આવે એવી શક્યતા છે અને ફિલ્મને ૨૦૨૦ની મધ્યમાં રિલીઝ કરવામાં આવે એવી યોજના છે. આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે. મેકર્સની ઇચ્છા છે કે ચિનાલીના પાત્ર માટે ચાઇનીઝ ઍક્ટરને પણ લેવામાં આવે, જેને નેવી ચીફે પોટુર્ગીઝની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. ફિલ્મને ચીનમાં પણ રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે.

sunil shetty