બાળકો માટે ફરી ફિલ્મનિર્માણ કરવા સજ્જ સુનીલ શેટ્ટી

22 December, 2014 05:13 AM IST  | 

બાળકો માટે ફરી ફિલ્મનિર્માણ કરવા સજ્જ સુનીલ શેટ્ટી

સુનીલે કહ્યું હતું કે હાલમાં હું ફિલ્મનિર્માણ કરવા નથી ઇચ્છતો. જોકે ભૂતકાળમાં સુનીલ ‘ભાગમભાગ’, ‘રક્ત’  અને ‘ ખેલ - નો ઑર્ડિનરી ગેમ’નું નિર્માણ કરી ચૂક્યો છે.  સુનીલ કહે છે કે ‘મારાં બન્ને બાળકો ફિલ્મોમાં પ્રવેશવાની યોજના ધરાવે છે અને બધું સમુંસૂતરું ઊતરતાં હું કદાચ ફિલ્મનિર્માણ ક્ષેત્રે ફરી ઝંપલાવીશ, પરંતુ આ માટે મારે બધું  છોડવું પડશે જેથી ફિલ્મોના નિર્માણ પર હું ધ્યાન આપી શકું.’ સુનીલને અથિયા નામની પુત્રી છે જે નિખિલ અડવાણીની ‘હીરો’ ફિલ્મથી બૉલીવુડમાં પદાર્પણ કરી રહી છે. દરમ્યાન એમ જાણવા મળે છે કે સુનીલના પુત્ર  અહાનને પણ સલમાન ખાન એક ફિલ્મમાં લૉન્ચ કરશે.