મુંબઈ સાગામાં કામ કરવા માટે એક્સાઇટેડ છે સુનીલ શેટ્ટી

01 July, 2019 09:42 AM IST  |  મુંબઈ

મુંબઈ સાગામાં કામ કરવા માટે એક્સાઇટેડ છે સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી ‘મુંબઈ સાગા’માં કામ કરવા માટે ઉત્સાહીત છે. આ ગૅન્ગસ્ટર-ડ્રામામાં જૉન એબ્રાહમ અને ઇમરાન હાશમી પણ જોવા મળવાના છે. ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાની સ્ટોરીમાં મુંબઈ પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘અમે આ ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટના અંતે અથવા તો સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવાના છીએ. હું આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ એક્સાઇટેડ છું, કારણ કે ફિલ્મની સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. સાથે જ આ ફિલ્મમાં કેટલાય સારા કલાકારો પણ કામ કરી રહ્યા છે.’

sunil shetty bollywood entertaintment