31 January, 2026 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટીએ દીકરા અહાન શેટ્ટીની લેટેસ્ટ રિલીઝની સફળતા માટે માની છે આવી માનતા
સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી ‘બૉર્ડર 2’માં લીડ રોલ કરી રહ્યો છે. આમ છતાં હાલમાં આ ફિલ્મના પ્રીમિયર દરમ્યાન સુનીલ શેટ્ટીએ દીકરાને સપોર્ટ કરવા થિયેટરની અંદર ફિલ્મ જોવા જવાને બદલે બહાર જ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે અહાનની મમ્મી માના શેટ્ટી, બહેન અથિયા શેટ્ટી અને બનેવી કે. એલ. રાહુલે આ ફિલ્મ જોઈ હતી.
સુનીલ શેટ્ટીએ પોતાના આ વર્તનનું કારણ જણાવતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘પ્રીમિયરમાં હું સાડાત્રણ કલાક સુધી થિયેટરની બહાર બેસી રહ્યો, લોકોને મળ્યો અને સૌના અભિપ્રાય સાંભળ્યા. મેં એ દિવસે ફિલ્મ ન જોઈ, કારણ કે મેં એક માનતા માની છે. મેં પહેલા દિવસથી જ કહ્યું હતું કે જ્યાં સુધી ‘બૉર્ડર 2’ દુનિયામાં ૫૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન નહીં કરે ત્યાં સુધી હું ફિલ્મ નહીં જોઉં. આ માનતા મેં અહાન માટે રાખી હતી. હજી સુધી મેં ફિલ્મની એક પણ ફ્રેમ નથી જોઈ. મને ખોટો ન સમજશો, આ કોઈ ઘમંડની વાત નથી.’