બૉર્ડર 2 ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરે પછી જ એને જોવાના નિર્ણય પર સુનીલ શેટ્ટી અડગ

05 March, 2026 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ શેટ્ટીએ પોતાના દીકરા અહાન શેટ્ટીની ફિલ્મ ‘બૉર્ડર 2’નું જોરદાર પ્રમોશન કર્યું હતું

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીએ પોતાના દીકરા અહાન શેટ્ટીની ફિલ્મ ‘બૉર્ડર 2’નું જોરદાર પ્રમોશન કર્યું હતું. સુનીલે ફિલ્મ રિલીઝ પહેલાં જ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ફિલ્મ ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી નહીં કરે ત્યાં સુધી તે આ ફિલ્મ જોવા નહીં જાય. આ ફિલ્મ હજી સુધી આ આંકડાને પહોંચી શકી નથી અને એટલે સુનીલે પોતાનું આ વચન અત્યાર સુધી નિભાવ્યું છે અને હજી સુધી થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ નથી.

‘બૉર્ડર 2’ ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘બૉર્ડર’નો બીજો ભાગ છે. આ ફિલ્મને રિલીઝને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં ફિલ્મ હજી સુધી ૫૦૦ કરોડના આંકડાને સ્પર્શી શકી નથી છતાં સુનીલ શેટ્ટીને આશા છે કે ફિલ્મ આ માઇલસ્ટોન સુધી ચોક્કસ પહોંચશે.

એક ઇવેન્ટ દરમ્યાન સુનીલ શેટ્ટીએ પોતાના વચન વિશે કહ્યું હતું કે ‘મેં આ નિર્ણય ફિલ્મની રિલીઝ પહેલાં જ લીધો હતો, કારણ કે આ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે અને એણે ચોક્કસ ૫૦૦ કરોડનો આંકડો પાર કરવો જોઈએ અને મેં નક્કી કર્યું કે એ પછી જ હું ફિલ્મ જોઈશ.’

bollywood buzz bollywood news bollywood entertainment news border suniel shetty indian films upcoming movie ahan shetty