સુભાષ ઘઈની ફિલ્મોના આધારે બનાવવામાં આવશે ઍનિમેટેડ શો

21 February, 2026 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમેકર સુભાષ ઘઈની ‘કાલીચરણ’, ‘હીરો’, ‘ખલનાયક’ અને ‘સૌદાગર’ જેવી ફિલ્મો આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. હવે આ ક્લાસિક ફિલ્મોના આધારે ઍનિમેટેડ શો અને ફિલ્મો બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

સુભાષ ઘઈની ફિલ્મોના આધારે બનાવવામાં આવશે ઍનિમેટેડ શો

ફિલ્મમેકર સુભાષ ઘઈની ‘કાલીચરણ’, ‘હીરો’, ‘ખલનાયક’ અને ‘સૌદાગર’ જેવી ફિલ્મો આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. હવે આ ક્લાસિક ફિલ્મોના આધારે ઍનિમેટેડ શો અને ફિલ્મો બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે સુભાષ ઘઈની કંપની મુક્તા આર્ટ્સ અને ગ્રીન ગોલ્ડ ઍનિમેશન વચ્ચે સત્તાવાર કરાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે આ બન્ને કંપનીઓ દ્વારા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MOU) પર સાઇન કરવામાં આવી છે. આ ભાગીદારીનો હેતુ ક્લાસિક કહાનીઓને નવી પેઢી સુધી આધુનિક માધ્યમ દ્વારા પહોંચાડવાનો છે. આ કરાર હેઠળ ‘કર્ઝ’, ‘કર્મા’, ‘રામ લખન’, ‘ઇકબાલ’ સહિત અનેક ફિલ્મોથી પ્રેરિત ઍનિમેટેડ ફિલ્મો તૈયાર થશે. આમાં મૂળ કહાનીઓ ઉપરાંત પાત્રો પર આધારિત સ્પિન-ઑફ પ્રોજેક્ટ્સ પણ સામેલ રહેશે.
ઍનિમેશન ક્ષેત્રમાં વિસ્તરણ માટે મુક્તા આર્ટ્સે ૨૦૨૫માં SGM ઍનિમેશન સ્ટુડિયો શરૂ કર્યો હતો, જે કંપનીનો ઍનિમેશન અને ગેમ્સ વિભાગ છે. આ સ્ટુડિયો ઍનિમેટેડ ફિલ્મો, વેબ-સિરીઝ, કૉમિક બુક્સ અને ગેમ્સના વિકાસ, નિર્માણ અને સહપ્રોડક્શન પર કામ કરશે.

subhash ghai bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news