સ્ટુડન્ટ ઓફ ધ યર 2નું પહેલુ ગીત રિલીઝ, જુના ગીતની રિમેક તમને નચાવશે

18 April, 2019 04:00 PM IST  | 

સ્ટુડન્ટ ઓફ ધ યર 2નું પહેલુ ગીત રિલીઝ, જુના ગીતની રિમેક તમને નચાવશે

સ્ડુન્ટ લુકમાં દેખાશે ટાઈગર, તારી અને અનન્યા

સ્ડુડન્ટ ઓફ ધ યર 2નું પહેલુ ગીત 'ધ જવાની' રિલીઝ થઈ ગયું છે. ધ જવાની ગીત લિજેન્ડ સિંગર કિશોર કુમારના હિટ સોન્ગ યે જવાની હે દિવાનીનું રિમેક છે. યે જવાની હૈ દિવાની ગીત 1972માં આવ્યું હતુ જેમાં રણધીર કપૂર અને જયા બચ્ચન લીડમાં હતાં. રિમેક સોન્ગમાં ઓરિજિનલ લિરિક્સ આનંદ બખ્શીના છે જ્યારે તેમા એડિશિનલ લિરિક્સ અંવિતા દત્તે આપ્યા છે.

  

ગીતનું મ્યુઝિક વિશાલ અને શેખરે આપ્યું છે. વિશાલ અને પાયલ દેવે આ રિમેકને અવાજ આપ્યો છે. ધ જવાની સોન્ગમાં ટાઈગર શ્રોફ ધમાકેદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે અને તેને સાથ આપી રહી છે તારા સુતરિયા અને અનન્યા પાન્ડે. સોન્ગમાં ટાઈગર શ્રોફ તેના મુવ્સ દેખાડી રહ્યો છે જ્યારે તારા સુતરિયા અને અનન્યા પાન્ડે પણ યે જવાની હે દિવાનીના રિમેકને એન્જોય કરતી જોવા મળી રહી છે.

 

સ્ટુડન્ટ ઓફ ધ યર 2 2012માં બનેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરની સિક્લવ છે જેમાં ટાઈગર શ્રોફ સાથે તારા સુતરિયા અને અનન્યા પાન્ડે જોવા મળશે. તારા સુતરિયા અને અનન્યા પાન્ડે સિલ્વર સ્ક્રિન પર ઓપનિંગ કરી રહી છે. ફિલ્મની સ્ટોરી એક ટ્રાયએન્ગલ લવ સ્ટોરી છે સાથે સાથે ટાઈગર શ્રોફ કઈ રીતે તેના સપના સાકાર કરે છે તે દર્શાવવામાં આવ્યું છે.

tiger shroff student of the year