જપાનમાં જોવા મળી સ્ત્રી

15 September, 2020 08:54 PM IST  |  Mumbai | Mumbai Correspondent

જપાનમાં જોવા મળી સ્ત્રી

સ્ત્રી

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી’ ભારતમાં ધૂમ મચાવ્યા બાદ હવે જપાનમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બૅનરજી પણ જોવા મળ્યા હતા. લૉકડાઉનમાં થોડી રાહત મળતાં વિદેશમાં હવે થિયેટર્સ ખૂલવા માંડ્યાં છે. જોકે સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ફિલ્મે રિલીઝનાં બે વર્ષ પૂરાં કર્યાં છે. શ્રદ્ધાએ આ ફિલ્મમાં ભજવેલો રોલ ખૂબ પસંદ છે. ફિલ્મ જપાનમાં રિલીઝ થવાની માહિતી તમામ કલાકારોએ સોશ્યલ મીડિયામાં આપી હતી. આ હૉરર-કૉમેડી હવે જપાનના‍ લોકોને મનોરંજન પૂરું પાડશે. આ વિશે શ્રદ્ધાએ પોસ્ટ કર્યું હતું કે ‘જપાનમાં હલ્લો બોલાવવા માટે તૈયાર છે ‘સ્ત્રી’. બચીને રહેજો.’

bollywood bollywood news bollywood gossips rajkummar rao shraddha kapoor japan