કુશાલ અને કરણ : અંકિતા કોને ડેટ કરી રહી છે?

31 July, 2016 04:13 AM IST  | 

કુશાલ અને કરણ : અંકિતા કોને ડેટ કરી રહી છે?

સુશાંત સાથેના બ્રેકઅપ બાદ કુશાલે અંકિતા સાથેના ફોટો-શૅરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. આ ફોટોમાં તેમની આસપાસ કૅન્ડલ-લાઇટ હોવાથી એવી વાતો ચાલી હતી કે તેઓ કૅન્ડલ-લાઇટ ડિનર પર ગયાં હતાં. કુશાલનું પણ ગૌહર ખાન સાથે બ્રેકઅપ થયું છે અને તે પણ સિંગલ છે તેથી તેઓ ડેટ કરી રહ્યાં હોય એ શક્ય છે. જોકે તેઓ બન્ને ફક્ત સારાં મિત્રો છે એવું જ કહેતાં જોવા મળે છે. ત્યાર બાદ અંકિતા વહેલી સવારે ‘પવિત્ર રિશ્તા’ના કો-સ્ટાર કરણના ઘરે ગઈ હોવાના સમાચાર ચર્ચામાં આવ્યા છે. એટલું જ નહીં, અંકિતા રિક્ષામાં ગઈ હતી અને તેણે નાઇટ-ડ્રેસ પહેર્યો હતો તેથી એવી વાતો ચાલી રહી છે કે અંકિતા અને કરણ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ વિશે અંકિતાએ કહ્યું હતું કે કરણ અને તેની પત્ની બન્ને તેનાં મિત્ર છે. તેણે એવો પણ સવાલ કર્યો હતો કે તેની પાસે કાર હોવાથી તે રિક્ષામાં જવાનું શું કામ પસંદ કરે? તેથી કુશાલ અને કરણ બેમાંથી કોને અંકિતા ડેટ કરી રહી છે એ એક સવાલ છે.