“સ્ટારકિડ્સ પર સફળ ફિલ્મો આપવાનું ખૂબ જ પ્રેશર હોય છે”

03 April, 2017 07:51 AM IST  | 

“સ્ટારકિડ્સ પર સફળ ફિલ્મો આપવાનું ખૂબ જ પ્રેશર હોય છે”




જૅકી શ્રોફનું માનવું છે કે સ્ટારકિડ માટે બૉલીવુડમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. આ વિશે વધુ જણાવતાં જૅકી શ્રોફ કહે છે, ‘સ્ટારકિડ પર તેમનાં મમ્મી, પપ્પા અથવા તો ફૅમિલીનો ભાર હોય છે. તેમના પર સફળતા માટેનું પ્રેશર હંમેશાં જોવા મળે છે. સ્ટારકિડ પર તેમના પિતા કરતાં વધારે સફળ થવાનું પ્રેશર હોય છે. હું હોઉં કે પછી અમિતાભ બચ્ચન સર, ધર્મેન્દ્ર કે વિનોદ ખન્ના; દરેકનાં બાળકો સતત મીડિયાની દેખરેખ હેઠળ હોય છે. તેમને ઘણા લોકો જુએ છે અને તેમની પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેઓ તેમના પપ્પા કરતાં સારી ઍક્ટિંગ કરે. તેથી આવું પ્રેશર લઈને ચાલવું અને પોતાની ઓળખ બનાવવી એ સ્ટારકિડ માટે સહેલું નથી. ઍક્ટિંગ જિન્સમાં જ હોય છે અને જો સ્ટારકિડ પાસે એ હોય તો એનો તેઓ ઉપયોગ કરી શકે છે. તમારી પાસેથી તમારી ટૅલન્ટ કોઈ છીનવી નથી શકતું.’