આ છે ભારતીય સિનેમાના ઇતિહાસનો સૌથી મોંઘો સેટ

20 June, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે ફિલ્મ-સેટની કિંમત ૫૦ કરોડ રૂપિયા છે

રિપોર્ટ છે કે એસ. એસ. રાજામૌલીએ હૈદરાબાદમાં વારાણસીનું નિર્માણ કર્યું છે

ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલી ભારતના સૌથી મોટા ફિલ્મમેકરોમાંના એક છે. તેમણે ‘RRR’, ‘બાહુબલી’ જેવી બ્લૉકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. હવે તેઓ પ્રિયંકા ચોપડા અને મહેશ બાબુ સાથેની આગામી ફિલ્મના સર્જનમાં વ્યસ્ત છે. હવે આ ફિલ્મના સેટને લઈને સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ છે કે એસ. એસ. રાજામૌલીએ હૈદરાબાદમાં વારાણસીનું નિર્માણ કર્યું છે. તેમણે હૈદરાબાદમાં વારાણસી શહેરનો આખો સેટ બનાવડાવ્યો છે જેમાં ઘાટ અને મંદિરો તૈયાર કરવામાં આવ્યાં છે.

સોશ્યલ મીડિયા પર આ સેટની તસવીરો વાઇરલ થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે  ફિલ્મ-સેટની કિંમત ૫૦ કરોડ રૂપિયા છે. આ ભારતીય સિનેમાના ઇતિહાસનો સૌથી મોંઘો સેટ છે. આ સેટની કિંમત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’ના બજેટ કરતાં પણ વધુ છે. ‘દેવદાસ’ની ગણતરી ભારતની મોંઘી ફિલ્મોમાંની એક ફિલ્મ તરીકે થાય છે. સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ માટે ખૂબ જ મોંઘો સેટ બનાવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે ફિલ્મનું ઓડિશા શેડ્યુલ પૂરું થશે એ પછી આ સેટ પર ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. 

ss rajamouli upcoming movie mahesh babu priyanka chopra hyderabad varanasi entertainment news bollywood bollywood news