Box Office: શાહરુખની Zeroને ચોથા દિવસે લાગ્યો ઝટકો, કમાણીમાં થયો ઘટાડો

25 December, 2018 03:21 PM IST  | 

Box Office: શાહરુખની Zeroને ચોથા દિવસે લાગ્યો ઝટકો, કમાણીમાં થયો ઘટાડો

ફિલ્મ 'ઝીરો'ની કમાણીમાં સતત ઘટાડો

બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો બૉક્સ ઑફિસ પર સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મની ચોથા દિવસની કમાણી દસ કરોડ રૂપિયા જ થઈ છે.

શાહરૂખ ખાનની 200 કરોડ રૂપિયાથી વધારે બજેટની ફિલ્મ ઝીરોએ ઘરેલુ બૉક્સ ઑફિસ પર ચોથા દિવસે એટલે કે સોમવારે લગભગ દસ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે 20 કરોડ 71 લાખ રૂપિયાની ઓપનિંગમાં કમાણી કરી હતી. એ રીતે અઠવાડિયાના પહેલા દિવસે ફિલ્મની કમાણી ઓપનિંગથી અડધી થઈ ગઈ છે. ફિલ્મને ચાર દિવસોમાં 69 કરોડ સાત રાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

શાહરુખ ખાનની ફિલ્મ અને તેમાં પણ આનંદ એલ રાય નિર્દેશક હોય તે જોતા આ ફિલ્મનું ખરાબ પ્રદર્શન છે અને આ વીકેંડમાં ફિલ્મને 100 કરોડ રૂપિયાને પાર લઈ જવું મોટો પડકાર રહેશે. જો કે ફિલ્મે પહેલા જ વીકેંડમાં વર્લ્ડવાઈડ કલેક્શનના રૂપમાં 107 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ઓવરસીઝમાં ફિલ્મને લગભગ 35 કરોડ રૂપિયાનું કલેક્શન મળ્યું છે. ફિલ્મ ઝીરો માટે શનિવાર એટલે કે બીજો દિવસ ખૂબ જ ખરાબ હતો જ્યારે ફિલ્મ માત્ર 18 કરોડ 22 લાખ રૂપિયાની કમાણી થઈ. બીજા દિવસે મોટા બજેટની ફિલ્મની કમાણીમાં આટલો ઘટાડો થવો એ સંકેત છે કે ફિલ્મ દર્શકોને  પસંદ નથી આવી રહી અને તેના નેગેટિવ પબ્લિસિટી પણ થઈ છે.

આશા છે કે ફિલ્મને ક્રિસમસ અને ન્યૂયરની રજાનો લાભ મળશે અને તે રિકવર કરી લેશે. ફિલ્મ ઝીરોને વર્લ્ડવાઈડ 5965 સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવી છે જેમાંથી ભારતમાં 4380 સ્ક્રીન્સ છે. ફિલ્મ ઝીરો ચાર ફૂટની ઉંચાઈ ધરાવતા બઉઆ સિંહની કહાની છે. જે ઠીંગણો છે અને તેને સાંભળવા મળે છે મહેણા ટોણા. બઉઆ સિંહ કાંઈક કરવા માંગે છે અને એક વાતની એને ચિંતા નથી કે તેની સફળતાના રસ્તામાં તેનું કદ ન આવે.

ફિલ્મમાં અનુષ્કા શર્મા એક વૈજ્ઞાનિકના રોલમાં છે જે સેરેબ્રલ પાલ્સી નામની બિમારીથી પિડાય છે. ફિલ્મની બીજી હિરોઈન કેટરીના કૈફ છે જે એક ફિલ્મ સ્ટારની ભૂમિકામાં છે. ફિલ્મમાં મોહમ્મદ જીશાન અયૂબ અને તિગ્માંશુ ધૂલિયા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના એક ખાસ સીનમાં કરિશ્મા, કરીના, રાણી, આલિયા અને શ્રીદેવી પણ દેખાયા છે.

Zero katrina kaif anushka sharma