પોલીસનો રોલ કરવાની શાહરુખની ઇચ્છા હજી પૂરી નથી થઈ

06 November, 2014 05:34 AM IST  | 

પોલીસનો રોલ કરવાની શાહરુખની ઇચ્છા હજી પૂરી નથી થઈ

હા, ફિલ્મમાં પોલીસનો રોલ કરવાની શાહરુખની ઇચ્છા હજી સુધી અધૂરી રહી ગઈ છે. શાહરુખને અફસોસ છે કે તેને ‘સિંઘમ’ના બાજીરાવ સિંઘમનો, ‘દબંગ’ના ચુલબુલ પાંડેનો કે ‘રાઉડી રાઠોડ’ જેવી ફિલ્મોમાં
પોલીસ-અધિકારીનો રોલ નથી મળ્યો. શાહરુખ આ મુદ્દે જણાવે છે કે ‘મારી સાથે ઘણા પોલીસવાળા કામ કરે છે અને મેં તેમનું કામ જોયું છે. મને એ ગમે છે માટે હું ઇચ્છું છું કે મારી કોઈક ફિલ્મમાં હું પોલીસ-અધિકારીનો રોલ કરું. વળી પોલીસના યુનિફૉર્મમાં હું ઘણો સારો લાગું છું. મેં પોલીસનો યુનિફૉર્મ ‘વન ટૂ કા ફોર’માં પહેર્યો હતો.’