ચેન્નઈ એક્સપ્રેસની પાર્ટીમાં ભેગાં આવ્યાં અંકિતા-સુશાંત : સમાધાન થઈ ગયું કે શું?

08 November, 2013 05:47 AM IST  | 

ચેન્નઈ એક્સપ્રેસની પાર્ટીમાં ભેગાં આવ્યાં અંકિતા-સુશાંત : સમાધાન થઈ ગયું કે શું?



નવાઈની વાત એ છે કે ઝી ટીવી દ્વારા બુધવારે રાત્રે આયોજિત ‘ચેન્નઈ એક્સપ્રેસ’ની સક્સેસ પાર્ટીમાં ટીવી-ઍક્ટ્રેસ અંકિતા લોખંડે અને ‘કાય પો છે’ તથા ‘શુદ્ધ દેશી રોમૅન્સ’ ફેમ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે આવ્યાં હતાં અને ઘણી વાર સુધી પાર્ટીમાં રહ્યાં હતાં. થોડા દિવસ પહેલાં અંકિતાએ પરાના એક સ્ટુડિયોમાં તેના લિવ-ઇન પાર્ટનર સુશાંતને તમાચો મારી દીધો હતો. કહેવાય છે કે અંકિતાએ તેનો ફોન જોવા માગીને ડેટા ચેક કર્યો હતો અને થૅન્ક યુ કહીને લાફો લગાવી દીધો હતો. જોકે બુધવારની પાર્ટીમાં તેમને ભેગાં જોઈને લાગે છે કે બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું છે. તસવીરો : યોગેન શાહ