શ્રીદેવીની કમબૅક ફિલ્મને પ્રીમિયરમાં મળ્યું દસ મિનિટ સુધી સ્ટૅન્ડિંગ ઓવેશન

16 September, 2012 09:17 AM IST  | 

શ્રીદેવીની કમબૅક ફિલ્મને પ્રીમિયરમાં મળ્યું દસ મિનિટ સુધી સ્ટૅન્ડિંગ ઓવેશન


આ ફિલ્મ વિશ્વભરમાંથી આવેલા દર્શકોને એટલી પસંદ આવી હતી કે તેમણે ફિલ્મ પૂરી થયા બાદ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. તેઓ લગભગ દસ મિનિટ સુધી ઊભા રહ્યા હતા અને ફિલ્મને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ ફિલ્મ વાસ્તવિકતા આધારિત બની હોવાને કારણે તેમ જ એમાં વૈશ્વિક અપીલ હોવાને કારણે દર્શકોને એ બહુ પસંદ પડી હતી.

‘ઇંગ્લિશ વિંગ્લિશ’ પાંચમી ઑક્ટોબરે ભારતમાં રિલીઝ થવાની છે. ફિલ્મમેકર આર. બાલ્કીની પત્ની ગૌરી શિંદેએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મથી શ્રીદેવી લગભગ પંદર વર્ષ પછી કમબૅક કરી રહી છે. આ ફિલ્મમાં શ્રીદેવી એવી સરળ અને સીધીસાદી ગૃહિણીનો રોલ કરી રહી છે જે ન્યુ યૉર્કમાં પોતાના પરિવાર સાથે રહે છે, પણ અંગ્રેજી ન આવડતી હોવાને કારણે ક્ષોભ અને મજાકનું પાત્ર બની જાય છે.

શ્રીદેવીના ચાહકે તેની કમબૅક ફિલ્મના શો માટે મિત્રો અને પરિવારજનો સાથે જોવા આખું થિયેટર બુક કરાવ્યું

અંધેરી (ઈસ્ટ)માં રહેતા રાજન નાયડુ શ્રીદેવીના બહુ મોટા ચાહક છે અને લગભગ પંદર વર્ષના બ્રેક પછી પાંચમી ઑક્ટોબરે તેની કમબૅક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ રિલીઝ થવાની છે ત્યારે ઉત્સાહમાં આવીને તેમણે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે આની મજા માણવા માટે મૅક્સસ થિયેટરમાં સાડાસાત વાગ્યાનો આખો શો ઍડ્વાન્સમાં બુક કરાવી લીધો છે. અંધેરી (ઈસ્ટ)માં આવેલા આ થિયેટરમાં ૨૯૦ સીટની ક્ષમતા છે અને રાજન નાયડુએ આ થિયેટર બુક કરાવવા માટે પાંચ હજાર રૂપિયા ઍડ્વાન્સમાં ચૂકવીને એની સ્લિપ પણ મેળવી લીધી છે.

રાજન નાયડુ પોતાની ફેવરિટ હિરોઇનનું કમબૅક પોતાના મિત્રો અને બધા પરિવારજનો સાથે મળીને સેલિબ્રેટ કરવા માગતા હોવાને કારણે તેમણે આ આયોજન કર્યું છે. તેમણે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર શ્રીદેવીના કોઈ પણ ચાહકને આ શોમાં જોડાવાનું ઓપન ઇન્વિટેશન પણ આપ્યું છે. અત્યાર સુધી રાજન નાયડુના ૧૦૭ જેટલા મિત્રો અને પરિવાજનોએ આ શોમાં હાજર રહેવાની પાકી ખાતરી આપી છે.