સુઝૅન ખાન માટે સ્પેશ્યલી બંધ કરવામાં આવ્યું સૅલોં

09 July, 2020 03:52 PM IST  |  Mumbai | Agencies

સુઝૅન ખાન માટે સ્પેશ્યલી બંધ કરવામાં આવ્યું સૅલોં

સુઝાન ખાન

સુઝૅન ખાન હેરકટ કરવા પહોંચી તો તેના માટે આખું સૅલોં બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં લૉકડાઉનને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે સરકારે ધીરે-ધીરે તમામ વ્યવસ્થાને શરૂ કરવાની મંજૂરી આપી છે. એવામાં સુઝૅન ખાન પણ સૅલોં પહોંચી ગઈ હતી. સૅલોંનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુઝૅન ખાને કૅપ્શન આપી હતી કે ‘ચાર મહિના બાદ હેરકટ અને સ્પા કર્યા હતા. ઝેનોબી, કાન્તા, ક્રોમકી સૅલોં તમે મને આખું સૅલોં આપીને બગાડી રહ્યાં છો. ખરેખર ખૂબ જ વૉર્મ ફીલિંગ અપાવી અને આ નાનકડા ગર્લી ફનટાઇમ માટે સ્પેશ્યલ થૅન્ક યુ ઝેન્ઝી.’

sussanne khan bollywood bollywood news bollywood gossips entertainment news