ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન 2020માં આમની ફલ્મોનું ખાસ સ્ક્રીનિંગ

26 October, 2020 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન 2020માં આમની ફલ્મોનું ખાસ સ્ક્રીનિંગ

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન 2020માં આમની ફલ્મોનું ખાસ સ્ક્રીનિંગ

હિન્દી ફિલ્મ જગત આ વર્ષે ઊંડા નુકસાનમાંથી પસાર થયું છે. ઇરફાન ખાન, ઋષિ કપૂર અને પછી સુશાંત સિંહ રાજપૂતના નિધન સાથે ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનો ખાલીપો અનુભવાયો છે. તેથી તેમને યાદ કરવા માટે આ વર્ષના પહેલા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ- ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑઉ મેલબર્નમાં તેમના વારસાને યાદ કરવું મહત્વનું છે. IFFMના શ્રદ્ધાંજલિ સેક્શનના એક ભાગ તરીકે, ફેસ્ટિવલમાં ઇરફાન ખાનની સૉન્ગ ઑફ સ્કૉર્પિયન, ઋષિ કપૂરની 102 નૉટ આઉટ અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથનું સ્ક્રીનિંગ થશે.

મીતૂ ભૌમિક લાંગેએ એક નિવેદનમાં કહ્યું, "કલાકાર પોતાના વારસાના માધ્યમે જીવે છે. આ કેટલાક સારા પુરુષો હતા, જેમણે અવિશ્વસનીય ફિલ્મો આપી, જે બધાંની સાથે હંમેશા રહેશે. અમારી માટે તેમને આ અવસરે યાદ કરવું મહત્વપૂર્ણ હતું. અમે કેટલીક બહેતરીન ફિલ્મનો અમારા દર્શકો માટે પસંદ કરી છે જે તેમના જીવનની ધવરમાં તેમની સાથે પોતાના જીવનને ફરી એક વાર જીવવાની તક આપશે. ફિલ્મ ઉદ્યોગ માટે તેમના નુકસાનનેી ભરપાઇ કરવું મુશ્કેલ છે પણ તેમની ફિલ્મોનો જાદૂ તેમના પછીની પેઢીઓનું મનોરંજન કરશે."

આ કહી શકાય છે કે ઋષિ કપૂરરની 102 નૉટ આઉટ (જેમાં અમિતાભ બચ્ચન પણ છે) અને રાજપૂતની કેદારનાથ (જે સારા અલી ખાનની પહેલી ફિલ્મ હતી અને વિશ્વભરમાં વ્યવસાયિક સફળતા મેળવી હતી). આ પહેલી વાર છે જ્યારે ભારતીય ઑડિયન્સને વિશ્વ સ્ચરે ઇરફાન ખાનની ફિલ્મ સૉન્ગ ઑફ સ્કૉર્પિયન જોવા મળશે. 2017ની આ ફિલ્મમાં ઇરફાન ખાને પોતાનો કિસ્સો નિર્દેશક અનૂપ સિંહ સાથે ફરી કામ કર્યું અને ફિલ્મમાં ગોલશિફે ફરાહાનીએ અભિનય કર્યો. 2017માં લોકાર્નો ફિલ્મ મહોત્સવના પ્રીમિયર પછી આ ફિલ્મનું રિવ્યૂ કરવામાં આવ્યું હતું.

mumbai bollywood bollywood news bollywood gossips entertainment news