સૂર્યવંશીનું શૂટિંગ પૂરું કર્યું અક્ષયકુમારે

01 December, 2019 12:14 PM IST  |  Mumbai

સૂર્યવંશીનું શૂટિંગ પૂરું કર્યું અક્ષયકુમારે

સૂર્યવંશી

અક્ષયકુમારે ‘સૂર્યવંશી’નું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૨૭મી માર્ચે રિલીઝ થવાની છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં કૅટરિના કૈફ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળવાની છે. ફિલ્મનું શૂટિંગ પૂરુ થતાં હૅલિકોપ્ટરની નીચે રોહિત શેટ્ટી સાથે બેઠેલો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘છેલ્લો દિવસ, છેલ્લુ શૂટ, છેલ્લુ સ્ટન્ટ ‘સૂર્યવંશી’નું. રોહિત શેટ્ટીની આ કૉપ યુનિવર્સમાં સામેલ થવાનો અનુભવ ખૂબ અદ્ભુત રહ્યો છે. એને સિનેમામાં જોઈને તમે પણ ઉત્સાહિત થઈ ઉઠશો. આશા રાખુ છું કે એને જોઈને તમારુ દિમાગ ભમી જશે.’

akshay kumar rohit shetty bollywood news