જિયા ખાનની અંતિમયાત્રામાં સૂરજ પંચોલી પણ હાજર રહ્યો

06 June, 2013 06:48 AM IST  | 

જિયા ખાનની અંતિમયાત્રામાં સૂરજ પંચોલી પણ હાજર રહ્યો



PICS : જિયા ખાનની અંતિમવિધિમાં પરિવાર હીબકે ચડ્યો


અસિરા તરન્નૂમ

મુંબઈ, તા. ૬

લાડકી દીકરીને આખરી વિદાય આપવાની તૈયારી કરતી વખતે અભિનેત્રી જિયા ખાનના પરિવારના સભ્યો તથા મિત્રોના ચહેરા પર દુખની લાગણી સ્પષ્ટ રીતે નજરે ચડતી હતી. જુહુના સાગર સંગીત ફ્લૅટમાં તેની માતા રાબિયા, બહેન કરિશ્મા તથા કવિતાનું રુદન અટકવાનું નામ લેતું નહોતું.

આમિર ખાનની માતા ઝીનત, બહેન નિખત તથા પત્ની કિરણ રાવ ઉપરાંત રાબિયાના ઘણા મિત્રો અપાર્ટમેન્ટમાં હાજર હતા. આમિર પરિવારજનોને આશ્વાસન આપવા માટે મંગળવારે રાત્રે જ આવ્યો હતો તો રિતેશ દેશમુખ ગઈ કાલે સવારે ઘરે આવ્યો હતો. તેનો બૉયફ્રેન્ડ સૂરજ તથા તેના પિતા આદિત્ય પંચાલી પણ હાજર હતા. પરિવાર તથા મિત્રોની હાજરી વચ્ચે સાન્તાક્રુઝના કબ્રસ્તાનમાં બપોરે ૨.૩૦ વાગ્યે જિયાની દફન વિધિ કરવામાં આવી હતી.


શા માટે જિયા ખાને કરી આત્મહત્યા?


જોકે આ સંકટની ઘડીએ તેના પરિવારને સાંત્વના આપવા માટે તેની સાથે કામ કરી ચૂકેલા બૉલીવુડના મોટા સ્ટાર્સ પૈકી કોઈ હાજર નહોતું. જિયાએ જેની સાથે કામ કર્યું છે તેવા બૉલીવુડના મોટા સ્ટાર્સ તથા ડિરેક્ટર્સ જુહુમાં જ રહેતા હોવા છતાં કોઈ આવ્યું નહોતું. જિયાને છેલ્લી વિદાય આપવા તેની પહેલી ફિલ્મના સહ-અભિનેતા અમિતાભ બચ્ચન પણ આવ્યા નહોતા એની ચર્ચા પણ લોકો કરતા હતા.

જિયાને જેઓ ઘણા નજીકથી ઓળખે છે તેમના મતે પ્રેમપ્રકરણમાં મળેલી નિષ્ફળતાએ તેને આવું જીવલેણ પગલું લેવા માટે ઉશ્કેરી હતી. અભિનેત્રીની એક મિત્રએ અમારા પત્રકાર સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘૧૮ દિવસ પહેલાં ડિનર માટે મારા ઘરે જિયા તથા સૂરજ આવ્યાં હતાં. છેલ્લા નવ મહિનાથી તેમની વચ્ચે સંબંધો હતા જેનો થોડા સમય પહેલાં જ અંત આવ્યો હતો. પ્રેમપ્રકરણમાં મળેલી નિષ્ફળતાને જિયા પચાવી શકી નહોતી. સૂરજ આ પ્રકરણનો અંત લાવવા માગતો હતો જ્યારે જિયા એને સરળતાથી વીસરી શકે એમ નહોતી.’


IN PICS : કોણ હતી જિયા ખાન?


જિયાના ભૂતકાળનાં કડવાં પ્રેમપ્રકરણોની પણ તેના મિત્રએ માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે સોમવારે રાત્રે સમગ્ર પ્રકરણનો શાંતિપૂર્ણ રીતે અંત લાવવા માટે સૂરજે તેના ઘરે બુકે પણ મોકલ્યો હતો એ વાત જિયાને પોતાના અપમાન સમાન લાગી હતી જે તે સહન કરી શકી નહોતી.

પોતાના ઘરે ચોરી કરનાર નોકરાણીનાં લગ્ન પણ જિયાએ કરાવી આપ્યાં હતાં

૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘નિશબ્દ’માં ચાલાક તથા અમિતાભ બચ્ચન સાથે રોમૅન્સ કરનાર તથા કામોત્તેજક યુવતીનો રોલ ભજવનારી જિયા ખાન ઘણા લોકો માટે એક ઉદાર સ્વભાવની યુવતી હતી. તેના ઘરે કામ કરનારી મહિલા શબાનાએ કઈ રીતે જિયાએ તેને આશરો આપ્યો હતો, વળી જિયાના ઘરમાં જ ચોરી કરી હોવા છતાં પણ તેના પ્રેમી સાથે લગ્ન કરાવવામાં મદદ કરવાની વાતને યાદ કરી હતી.


જિયા ખાનની આત્મહત્યાથી બોલીવુડ સ્તબ્ધ, જુઓ કોણે શું કહ્યું?


જિયાએ ત્રણ વર્ષ પહેલાં કાંદિવલીમાં આવેલા રેસ્ક્યુ ફાઉન્ડેશન નામના સ્વૈચ્છિક સંગઠનની મુલાકાત લીધી હતી, જ્યાં પ્રોસ્ટિટ્યુશનના ધંધામાંથી છોડાવીને લાવવામાં આવેલી એક શબાના નામની યુવતીને તે પોતાના ઘરે લઈ ગઈ હતી. જિયાના ઘરે દોઢ વર્ષ સુધી તેણે કામ પણ કર્યું હતું. એક દિવસ પોતાના પ્રેમી સાથે તે ઘરની કીમતી વસ્તુ લઈ ફરાર થઈ ગઈ હતી. પોલીસ-ફરિયાદ નોંધાવવાને બદલે જિયાએ તેને શોધીને ભાગવાનું કારણ પૂછ્યું હતું તથા જિયાએ તેનાં લગ્ન પણ કરાવી આપ્યાં હતાં.