મજૂરોને હવે ઘર પણ આપશે સોનુ સૂદ, 20 હજારના રહેવાની વ્યવસ્થા કરી...

24 August, 2020 09:59 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મજૂરોને હવે ઘર પણ આપશે સોનુ સૂદ, 20 હજારના રહેવાની વ્યવસ્થા કરી...

સોનુ સૂદ (ફાઇલ ફોટો)

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ પ્રવાસી મજૂરોને મદદ કરી રહ્યો છે અને તેનો આ ઘટનાક્રમ ચાલું જ છે. પહેલા લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડ્યા પછી સોનુ સૂદે લોકોને રોજગાર અપાવવાનો વાયદો કર્યો છે. તેના પછી હવે એક્ટર વધુ એક મદદ માટે આગળ આવ્યો છે. અભિનેતાએ હવે 20 હજાર પ્રવાસી મજૂરોના રહેવાની વ્યવસ્થા કરવાનો છે. જેને તેની એપ્લીકેશન 'પ્રવાસી રોજગાર'ના માધ્યમથી નોએડામાં એક કાપડ યુનિટમાં કામ આપ્યું છે.

તાજેતરમાં જ પ્રવાસી મજૂરોની મદદ કરવાને લઈને ચર્ચામાં રહેલા સોનુ સૂદે કોરોના વાયરસના માહોલમાં સતત મદદ કરી છે. રોજગાર આપ્યા પછી હવે સોનુ સૂદે ટ્વિટર પર ઘરની વ્યવસ્થા કરી આપવાની પણ માહિતી આપી છે. એક્ટરે એક ઇન્ફોપોસ્ટર શૅર કર્યું છે, જેના પર લખેલું છે - 'રોજગારની સાથે સાથે હવે ઘર પણ.'

સોનુ સૂદે પોસ્ટમાં લખ્યું, "મને હવે 20,000 પ્રવાસી શ્રમિકોં માટે ઘર આપવામાં આનંદ થઈ રહ્યો છે, જેમને 'પ્રવાસી રોજગાર'ના માધ્યમે નોએડામાં કાપડ યૂનિટમાં નોકરી આપવામાં આવી છે. NAECના અધ્યક્ષ લલિત ઠુકરાલના સમર્થન સાથે અમે આ મહાન કાર્ય માટે ચોવીસ કલાક કામ કરશું."

અભિનેતાએ રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે એક એપ્લિકેશનની શરૂઆત કરી હતી, જેથી મજૂરોની મદદ કરી શકાય. આ એપ્લિકેશનનું નામ છે પ્રવાસી રોજગાર, જેના થકી લોકોની મદદ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ એપ્લિકેશન અત્યારે અંગ્રેજીમાં છે અને ટૂંક સમયમાં જ આ એપ્લિકેશન પાંચ ભાષાઓમાં બનાવવામાં આવશે, જેથી મજૂરો સરળતાથી આનો ઉપયોગ કરી શકશે. આ એ મજૂરો માટે કારગર સાબિત થશે, જે રોજગાર માટે પોતાના ઘરને છોડીને બીજા શહેરમાં જાય છે.

bollywood bollywood news bollywood gossips sonu sood entertainment news