પોપકોર્ન વેચનાર બાળકને સોનુ સૂદ આપશે સ્માર્ટફોન, પણ શરત છે આ...

22 September, 2020 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોપકોર્ન વેચનાર બાળકને સોનુ સૂદ આપશે સ્માર્ટફોન, પણ શરત છે આ...

ફાઈલ તસવીર

બૉલીવુડ અભિનેતા સોનુ સુદ (Sonu Sood) ઘણા સમયથી લોકોને મદદ કરી રહ્યા છે. લૉકડાઉનમાં હજારો પ્રવાસી મજૂરોને તેમણે ઘરે પહોચાડ્યા છે. તેમ જ વિવિધ પ્રકારે અભિનેતાએ લોકોને મદદ કરી છે. કોઈક બાળકોને ભણવા માટે સ્માર્ટ ફોન આપ્યા તો કોઈને સ્વનિર્ભર બનવા માટે આર્થિક મદદ કરી છે.

હવે સોનુ સૂદે ફરી એવુ કામ કર્યું છે જેના તમે વખાણ કરશો. સોનુ સૂદે એક પોપકોર્ન વેચનાર છોકરાને ઓનલાઈન ભણતર માટે સ્માર્ટફોન આપવાનું પ્રોમિસ કર્યું છે, પરંતુ એક શરત પણ રાખી છે.

હાલમાં જ અંજલી તાજ નામની એક મહિલાએ સોનુ સૂદે ટ્વીટ કરીને કહ્યું કે, પ્લીઝ આની મદદ કરો. હેપ્પી પોતાના પિતાની મદદ કરવા માટે પોપકોર્ન વેચે છે. જ્યારથી હું હેપ્પીને મળી છુ ત્યારથી હું તેની સ્કૂલ ફી ચૂકવું છું. અત્યારે આના ઓનલાઈન સ્કૂલ ચાલુ થયા છે. પણ તેની પાસે ભણવા માટે સ્માર્ટફોન નથી. સ્કૂલનું નામ અવધ એકેડમી ઈન્ટર કોલેજ લખનઉં છે.

સોનુ સૂદે સામે ટ્વીટ કર્યું કે, હેપ્પીને સ્માર્ટફોન ત્યારે જ મળશે જ્યારે તે મને પોપકોર્ન ખવડાવશે. તેમ જ સોનુ સૂદે મહિલા પાસે છોકરાની બધી વિગતો મગાવી છે.

sonu sood