02 June, 2024 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ અને નસીરુદ્દીન શાહ
સોનુ સૂદે તેની આગામી ફિલ્મ ‘ફતેહ’ને ડિરેક્ટ કરી છે. એ ફિલ્મમાં નસીરુદ્દીન શાહને ડિરેક્ટ કરીને તે ગર્વ અનુભવી રહ્યો છે. આ ફિલ્મ રિયલ લાઇફ સાઇબર ક્રાઇમ પર પ્રકાશ પાડશે. એમાં જૅકલિન ફર્નાન્ડિસ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે. નસીરુદ્દીન શાહ સાથે સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનુ સૂદે કૅપ્શન આપી, ‘નસીર સર, તમારું સ્વાગત છે. મારી આખી લાઇફમાં જેમનો હું પ્રશંસક રહ્યો છું તેમને ડિરેક્ટ કરવા મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. સર તમને ‘ફતેહ’ પર ગર્વ થશે.’