સોનુ સુદે એક ગામની દરેક છોકરીઓને સાયકલ આપતા એક માણસે કરી આ મજાક...

31 October, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનુ સુદે એક ગામની દરેક છોકરીઓને સાયકલ આપતા એક માણસે કરી આ મજાક...

ફાઈલ ફોટો

દેશવ્યાપી લૉકડાઉનના સમયથી જ બૉલીવુડ એક્ટર સોનુ સુદ (Sonu Sood) લોકોને વિવિધ પ્રકારે મદદ કરતો હોવાથી સમાચારમાં રહે છે. સોશ્યલ મીડિયામાં તેની સરાહના થાય છે તો અમૂક લોકો તેની મજાક પણ ઉડાવે છે, જોકે અભિનેતા પણ સોશ્યલ મીડિયામાં એક્ટિવ હોવાથી જેવા સાથે તેવા કરવાનું ચૂકતો નથી.

સંતોષ ચૌહાન નામના એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે, "ગામમાં 35 છોકરીઓ છે જેમને જંગલમાંથી 8 થી 15 કિ.મી.ની મુસાફરી કરવી પડે છે. માત્ર થોડીક સાયકલ જ છે. આ એક નક્સલગ્રસ્ત રસ્તો છે. તેના ડરથી તેમના પરિવારજનો તેમને આગળ ભણવા દેશે નહીં! જો તમે આ બધાને સાયકલ આપી શકો તો તેમનું ભવિષ્ય સુધરશે. "

તેના જવાબમાં સોનુ સુદે કહ્યું કે, સાયકલ પહોંચી રહી છે, તેમના પરિવારને કહેજો કે માત્ર ચા તૈયાર રાખે.

સોનુ સૂદનું આ ટ્વીટ હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.  સોનુ સૂદને ટેગ કરતી વખતે આ વ્યક્તિએ માંગ કરી છે કે તે તેને માલદિવ્સમાં લઇ જાય. સોનુ સૂદે પણ વ્યક્તિની આ માંગનો જવાબ આપવામાં મોડું કર્યું નહીં. સોનુ સૂદને ટેગ કરતા, વપરાશકર્તાએ લખ્યું: "સાહેબ, માલદિવ્સ જવું છે." આના જવાબમાં અભિનેતાએ લખ્યું કે, "તમે સાયકલ પર જાઓ છો કે ભાઈ રિક્ષા પર ભાઇ જાઓ છો?" સોનુ સૂદે આ રીતે તે વ્યક્તિની બોલતી બંધ કરી દીધી.

sonu sood twitter bollywood