31 July, 2023 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
સોનુ સૂદના બર્થ-ડે નિમિત્તે તેના ફૅન્સે બ્લડ-ડોનેશન કૅમ્પ આયોજિત કર્યો હતો. સાથે જ તેના કેટલાક ફૅન્સે જરૂરતમંદ લોકોને જમાડ્યા હતા. કોરોનાકાળમાં સોનુ સૂદે કરેલી લોકોની મદદ જગજાહેર છે. આ જ કારણ છે કે તેને લોકોએ મસીહા નામ આપ્યું છે. કેટલાક બાળકની સ્કૂલની ફી તેણે ભરી છે, કેટલાકને બુક્સ આપી છે તો કેટલાકને ઑપરેશનમાં મદદ કરી છે. સોનુ સૂદ હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં સક્રિય છે. તેની સાઇબર ક્રાઇમ પર આધારિત ફિલ્મ ‘ફતેહ’ આવવાની છે. સોનુ સૂદે નિઃસ્વાર્થભાવે જે સેવા કરી છે એને સમર્પિત કરતાં તેના ફૅન્સે દેશમાં ૮૦૦થી ૯૦૦ બ્લડ-ડોનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું. આ કૅમ્પનું આયોજન કરવાની પ્રેરણા તેમને સોનુ સૂદે કરેલાં લોક કલ્યાણના કામથી મળી છે.