સરપ્રાઇઝ

27 December, 2020 05:13 PM IST  |  Mumbai | Mumbai correspondent

સરપ્રાઇઝ

સરપ્રાઇઝ

સોનુ સૂદે હૈદરાબાદમાં ફાસ્ટ ફૂડ સ્ટૉલના માલિક અનિલ સાથે મુલાકાત કરીને તેને સરપ્રાઇઝ આપી હતી. તેના હાથે બનાવેલા ફૂડનો પણ આનંદ તેણે લીધો હતો. સોનુ સૂદે કોરોનાકાળમાં જે પ્રકારે લોકોની મદદ કરી હતી એને જોતાં તે આજે દેશ અને દુનિયામાં સૌનો હીરો બની ગયો છે. લોકો તેનાં વખાણ કરતાં થાકતા નથી. લોકો તેને ભગવાનની જેમ પૂજે છે. તેનું સ્ટૅચ્યુ બનાવી રહ્યા છે. કેટલાક લોકોએ તેના નામથી પોતાની દુકાનનું નામ પણ રાખ્યું છે. હૈદરાબાદના બેગમપેટમાં આવેલા આ ફાસ્ટ ફૂડ સેન્ટરનું નામ પણ લક્ષ્મી સોનુ સૂદ ફાસ્ટ ફૂડ રાખવામાં આવ્યુ છે. પોતાના સ્ટૉલ પર સોનુ સૂદને જોઈને તેના માલિક અનિલની ખુશીની કોઈ સીમા ન રહી. તે ખૂબ જ હરખાઈ ઊઠ્યો હતો. એ વિશે સોનુ સૂદે કહ્યું કે ‘મેં સોશ્યલ મીડિયામાં આ સ્ટૉલ વિશે જોયું હતું. આ જગ્યા ખરેખર ખૂબ આકર્ષક છે. મને આ સ્ટૉલ પર આવીને જમવાની ઇચ્છા હતી અને આજે મને એ તક પણ મળી ગઈ.’

bollywood bollywood news bollywood gossips sonu sood hyderabad