સોનુ સૂદે તેના નામથી લોન આપી રહેલા માણસ સામે કરી ફરિયાદ

07 March, 2021 04:03 PM IST  |  Mumbai

સોનુ સૂદે તેના નામથી લોન આપી રહેલા માણસ સામે કરી ફરિયાદ

સોનુ સૂદ

સોનુ સૂદના નામથી લોન આપવામાં આવી રહી હોવાથી તે ઉત્તર પ્રદેશ બાદ હવે મુંબઈમાં પણ લીગલ ઍક્શન લેવા જઈ રહ્યો છે. કેટલાક અજાણ્યા લોકોએ સોનુ સૂદના નામથી એક કંપની શરૂ કરી છે જેમાં ૬૦ મહિના માટે પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. તેમ જ આ લોન માટે ૩૫૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ટ્રાન્સફર કરવા પડે છે. સોનુ સૂદના ફાઉન્ડેશન હેઠળ આ લોન આપવામાં આવી રહી હોવાનું એક લેટર પૅડ પર લખવામાં આવ્યું છે. આ લેટર પૅડ પર બૅન્ક-અકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યો છે. આ વિશે જાણ થતાં તેણે તરત જ ઉત્તર પ્રદેશની પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ દાખલ કરી હતી. તે બહુ જલદી મુંબઈ પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરશે. આ લેટરમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે તેઓ ફક્ત ઑનલાઇન ટ્રાન્સફર જ સ્વીકારે છે. આ વિશે જાણ થતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘સૂદ ચૅરિટી ફાઉન્ડેશન કોઈ પણ પ્રકારની લોન નથી આપતું. આ પ્રકારના સ્કૅમ
અને ફ્રૉડથી દૂર રહો. આ માટેનો એક ખોટો નંબર +919007224111 છે.’

sonu sood bollywood bollywood news