વર્કર્સને તેમનાં ઘરે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી સોનુ સુદે

12 May, 2020 08:00 PM IST  |  Mumbai Desk | Agencies

વર્કર્સને તેમનાં ઘરે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી સોનુ સુદે

સોનુ સૂદે કરી બસની વ્યવસ્થા

સોનુ સુદે અન્ય રાજ્યોમાંથી મુંબઈમાં કામ માટે આવેલા વર્કર્સને તેમનાં ઘરે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી આપી છે. આ બસ મહારાષ્ટ્રના થાણેથી કર્ણાટકના ગુલબર્ગા સુધી જવાની છે. એના માટે સોનુ સુદે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારની ખાસ મંજૂરી લીધી હતી. આ બસ ગઈ કાલે જ્યારે ઊપડી ત્યારે તમામ લોકોને ગુડબાય કહેવા તે બસસ્થાનકે પહોંચ્યો હતો. સોનુ સુદે ૧૫૦૦ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ કિટ ડૉક્ટર્સને ડોનેટ કરી છે. સાથે જ જુહુમાં આવેલી પોતાની હોટેલને તેણે ફ્રન્ટલાઇન વર્કર્સને આરામ ફરમાવવા માટે આપી છે. કામગારોને તેમનાં ઘરે પહોંચાડવા વિશે સોનુ સુદે કહ્યું હતું કે ‘વર્તમાન સમયમાં જે વૈશ્વિક મહામારી ફેલાઈ છે એના કારણે મારું માનવું છે કે દરેક ભારતીયે તેમના પરિવાર સાથે રહેવું જોઈએ. મેં આ પ્રવાસી શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકાર પાસે દસ બસોની પરવાનગી લીધી હતી. મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓએ તમામ પેપર વર્ક માટે ખૂબ મદદ કરી હતી. સાથે જ કર્ણાટક સરકાર પણ પોતાના લોકોને બોલાવવા માટે તૈયાર છે. આ પ્રવાસી શ્રમિકોને રસ્તા પર ચાલતા જોઈને હું હચમચી ગયો હતો. ખાસ કરીને નાનાં બાળકો અને વૃદ્ધોને જોઈને. હું અન્ય રાજ્યના વર્કર્સ માટે પણ આ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરીશ.’

sonu sood bollywood bollywood news bollywood gossips lockdown