સોનુ સૂદ પંજાબનો સ્ટેટ આઇકન બન્યો

18 November, 2020 02:28 PM IST  |  Mumbai | IANS

સોનુ સૂદ પંજાબનો સ્ટેટ આઇકન બન્યો

સોનુ સૂદ

સોનુ સૂદને પંજાબના સ્ટેટ આઇકન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાએ આ માટે તેની પસંદગી કરી છે.

લૉકડાઉન દરમ્યાન સોનુએ દરેક સ્ટેટના લોકોને ઘરે જવા માટે મદદ કરી હતી. તેની આ માનવતા બદલ તેને આ સન્માન આપવામાં આવ્યું છે. આ વિશે સોનુ સૂદે કહ્યું હતું કે ‘આ સન્માનને લઈને હું ખૂબ જ ખુશ અને નસીબદાર મહેસૂસ કરી રહ્યો છું. પંજાબમાં મારો જન્મ થયો હોવાથી ઇમોશનલી પણ આ મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. મારા સ્ટેટને મારા પર ગર્વ થયો એ વાતની મને ખુશી છે. આ સન્માનથી મને વધુ કામ કરવા માટેની પ્રેરણા મળી છે.’

sonu sood punjab bollywood