સોનુ નિગમ કમર્શિયલ યુનિટ ભાડે આપીને પાંચ વર્ષમાં કમાશે ૧૨.૬૨ કરોડ રૂપિયા

05 December, 2025 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રેન્ટ-ઍગ્રીમેન્ટ પાંચ વર્ષ માટે કરવામાં આવ્યું છે. ઍગ્રીમેન્ટ પ્રમાણે પહેલા વર્ષે ભાડું ૧૯ લાખ રૂપિયા પ્રતિ મહિના રહેશે

પ્લેબૅક ગાયક સોનુ નિગમ

પ્લેબૅક ગાયક સોનુ નિગમે મુંબઈમાં કમર્શિયલ યુનિટ ભાડે આપ્યું છે અને આ રેન્ટ-ઍગ્રીમેન્ટ ડિસેમ્બરમાં રજિસ્ટર થયું છે. આ રજિસ્ટ્રેશન-દસ્તાવેજ પ્રમાણે આ કમર્શિયલ સ્પેસ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી છે. આ યુનિટનું ક્ષેત્રફળ ૩૯૫ સ્ક્વેર મીટર છે. આ  ડીલ માટે ૩.૨૭ લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી, ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી અને ૯૦ લાખ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટ ચૂકવવામાં આવી છે.

આ રેન્ટ-ઍગ્રીમેન્ટ પાંચ વર્ષ માટે કરવામાં આવ્યું છે. ઍગ્રીમેન્ટ પ્રમાણે પહેલા વર્ષે ભાડું ૧૯ લાખ રૂપિયા પ્રતિ મહિના રહેશે. બીજા વર્ષે ૫.૨૬ ટકા વૃદ્ધિ સાથે ભાડું ૨૦ લાખ રૂપિયા થશે. આ પછી ભાડું ત્રીજા વર્ષે ૨૧ લાખ રૂપિયા, ચોથા વર્ષે ૨૨.૦૫ લાખ રૂપિયા અને પાંચમા વર્ષે ૨૩.૧૫ લાખ રૂપિયા પ્રતિ મહિના થશે. આમ સમગ્ર લીઝ-અવધિ દરમ્યાન સોનુ નિગમને કુલ ૧૨.૬૨ કરોડ રૂપિયાનું ભાડું મળશે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sonu nigam property tax