મ્યુઝિક માફિયા ભૂષણ કુમારને આડે હાથ લીધો સોનુ નિગમે

23 June, 2020 07:00 PM IST  |  Mumbai Desk | Agencies

મ્યુઝિક માફિયા ભૂષણ કુમારને આડે હાથ લીધો સોનુ નિગમે

સોનુ નિગમ

સોનુ નિગમે હવે ટી-સિરીઝના ચૅરમૅન અને એમડી ભૂષણ કુમારનો ઊધડો લીધો છે. તાજેતરમાં જ સોનુ નિગમે વિડિયો દ્વારા જણાવ્યું હતું કે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી માફિયાના હાથમાં છે. તેણે હવે વધુ એક વિડિયો બનાવીને ભૂષણ કુમાર પર નિશાન તાક્યું છે. વિડિયોમાં સોનુ નિગમ કહી રહ્યો છે કે ‘લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. સારી ભાષા તેમની સમજમાં નથી આવતી. મેં કોઈનું નામ નહોતું લીધું. મેં માત્ર એટલું જ કહ્યું હતું કે નવા લોકો સાથે પ્રેમથી રહો, ઉદારતા દેખાડો. કેમ કે જો કોઈ સુસાઇડ કરે તો બાદમાં રડવા કરતાં સુસાઇડ ન કરવામાં આવે એ રીતે વાતાવરણને સુધારવામાં આવે. જોકે માફિયા તો માફિયાની ચાલ ચાલશે. તેમણે છ મહા જીનિયસને બોલાવીને મારી વિરુદ્ધમાં ઇન્ટરવ્યુ આપ્યા હતા. મેં તો કોઈનાં નામ નહોતાં લીધાં, પરંતુ મારું નામ લેવામાં આવી રહ્યું છે. ન્યુઝપેપર્સને પ્રેસ-રિલીઝ મોકલવામાં આવી રહી છે. આ છ મહા જીનિયસમાંથી અમુક મારી ખૂબ નજીક છે. પર્સનલ લેવલ પર અનેક વર્ષોથી મારી સાથે આ જ વાત કરતા આવ્યા છે. એમાંથી એકનો ભાઈ છે જેણે દોઢ વર્ષ પહેલાં ટ્વિટર પર લખ્યું હતું કે જો મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં એકતા હોત તો આજે માહોલ અલગ હોત. વાસ્તવિકતા એ છે કે ભારતનો દરેક મ્યુઝિશ્યન ત્રસ્ત છે, કેમ કે તેની પાસે કામ કરવાની આઝાદી નથી. આવી ભાષા તેણે વાપરી છે. અહીં જ વ્યક્તિ પકડાઈ જાય છે, કારણ કે ખોટો માણસ ખોટી ચાલ ચાલે છે. આ એક રિસ્પેક્ટેબલ ન્યુઝપેપર છે. દરેક મીડિયામાં પેઇડ મીડિયા સેશન હોય છે. જોકે આ કેસ પબ્લિસિટીનો નથી. સાચા અને ખોટાની વાત થઈ રહી છે. કોઈના ભવિષ્યની વાત થઈ રહી છે. એમાં પણ તમે આખી પ્રેસ-રિલીઝ છાપી દો છો. થોડો તો બદલાવ કરો. તમે તેમનો પૉઇન્ટ ઑફ વ્યુ લખો છો. મેં મારો પૉઇન્ટ ઑફ વ્યુ રાખ્યો છે. કોઈ પણ પ્રામાણિક જર્નલિસ્ટ સીધો ફેંસલો ન સંભળાવે. તમે સીધો નિર્ણય કેવી રીતે આપી શકો છો? ભૂષણ કુમાર હવે તો તારું નામ લેવું જ પડશે. હવે તો તું ‘તું’ને જ લાયક છે. તેં ખોટા માણસ સાથે પંગો લીધો છે. તું ભૂલી ગયો એ સમય જ્યારે તું મારા ઘરે આવીને ભાઈ ભાઈ આ આલબમ કરી દો. ભાઈ ‘દીવાના’ કરી દો. ભાઈ મને સહારાશ્રી સાથે મુલાકાત કરાવી દો. ભાઈ મને સ્મિતા ઠાકરે સાથે મુલાકાત કરાવી દો. ભાઈ મને બાળ ઠાકરે સાથે મળાવી દો. ભાઈ અબુ સાલેમથી બચાવી દો. યાદ છે કે નહીં એ બધી વસ્તુઓ? હું તને કહેવા માગું છું કે મારી આડે નહીં આવતો. મરીના કવર યાદ છેને? તે શું કામ બોલી અને શું કામ પાછળ હટી ગઈ એ મને નથી ખબર. મીડિયાને જાણ છે. માફિયા આવી રીતે કામ કરે છે. તેનો વિડિયો મારી પાસે છે. હવે જો તેં મારી સાથે પંગો લીધો તો એ વિડિયો મારી યુટ્યુબ ચૅનલ પર અપલોડ કરીશ સમજ્યો? હવે મારી વચ્ચે નહીં આવતો.’

bollywood entertainment news bollywood news sonu nigam bhushan kumar