ખૂબસૂરતના પ્રમોશન માટે સોનમ પાકિસ્તાન નહીં જઈ શકે

15 September, 2014 05:11 AM IST  | 

ખૂબસૂરતના પ્રમોશન માટે સોનમ પાકિસ્તાન નહીં જઈ શકે

‘ખૂબસૂરત’માં હીરો પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાન છે અને ફવાદ માટે આ ફિલ્મનું પાકિસ્તાનમાં પ્રમોટ થવું બહુ જરૂરી છે. સોનમે કહ્યું હતું કે પાકિસ્તાન જવાની તેને ભવિષ્યમાં તક મળશે તો ચોક્કસ તે પાકિસ્તાન જશે.
પાકિસ્તાનમાં ‘ખૂબસૂરત’નું પ્રમોશન ફવાદ ખાન કરવાનો છે. આ પ્રમોશન દરમ્યાન સોનમની ગેરહાજરી ન સાલે એ માટે સોનમે એક મેસેજ રેકૉર્ડ કર્યો છે. સોનમ કહે છે કે હું પાકિસ્તાન જવાની હતી, પણ હવે હું રેકૉર્ડેડ મેસેજ મોકલવાની છું અને પાકિસ્તાની મીડિયા સાથે મૅક્સિમમ ઇન્ટરવ્યુ કરવાની કોશિશ કરું છું.

સોનમને પાડોશી દેશ પાકિસ્તાન જવાની મનથી બહુ ઇચ્છા છે. સોનમ કહે છે, ‘મારે ખરેખર એટલે ખરેખર પાકિસ્તાન જવું છે. અમારા પૂર્વજો મૂળ પેશાવરના હતા અને મારી મમ્મીના ફૅમિલી-મેમ્બર્સ પણ કરાચીથી અહીં સેટલ થયા છે એટલે એ રીતે પાકિસ્તાન સાથે મારું કનેક્શન છે.’સોનમની ‘ખૂબસૂરત’ શુક્રવારે ઇન્ડિયાની સાથે જ પાકિસ્તાનમાં પણ રિલીઝ થવાની છે. ફિલ્મમાં સોનમની સાથે કિરણ ખેર અને રત્ના પાઠક-શાહ પણ છે. ‘ખૂબસૂરત’ના પ્રમોશન પછી તરત જ સોનમ સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’નું શૂટિંગ શરૂ કરશે.