પરિવાર સાથે ફ્રાન્સમાં વેકેશન માણશે સોનમ કપૂર

29 November, 2014 05:54 AM IST  | 

પરિવાર સાથે ફ્રાન્સમાં વેકેશન માણશે સોનમ કપૂર

‘પ્રેમ રતન ધન પાયો’ના બીજા શેડ્યુલનું શૂટિંગ કરતાં પહેલાં તે પોતાની ફ્રેન્ડ્સ સાથે ગોવામાં રજા માણવા જવાની હોવાના સમાચાર પણ આવ્યા હતા. એમ છતાં હાલમાં જાણવા મળ્યું છે કે સોનમ માટે તેનાં મમ્મી-પપ્પાએ ખાસ ફ્રાન્સ માટેની એક ટ્રિપનું આયોજન કર્યું છે, જ્યાં સોનમ તેના પરિવાર સાથે સમય વિતાવી શકે અને પોતાના વ્યસ્ત શૂટિંગ-શેડ્યુલમાંથી કેટલોક સમય આરામ કરી શકે. ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘ડૉલી કી ડોલી’ સિવાય સોનમ બહેન રિયા કપૂરની આગામી ફિલ્મમાં ફવાદ ખાન સાથે ફરીથી જોવા મળશે.