સોનમ કપૂરનું દર્દ, 'મારી સાથે કોઈ બોલીવુડ એક્ટર નહોતો કરવા માંગતો કામ'

01 July, 2019 10:38 AM IST  |  મુંબઈ

સોનમ કપૂરનું દર્દ, 'મારી સાથે કોઈ બોલીવુડ એક્ટર નહોતો કરવા માંગતો કામ'

સામે આવ્યું સોનમનું દર્દ

બોલીવુડ અભિનેત્રી સોમન કપૂરે ભલે ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપી છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી તેની ફિલ્મ વીરે દી વેડિંગને પણ ખૂબ જ પ્રશંસાઓ મળી હતી. અનેક હિટ ફિલ્મો આપનાર સોનમના કરિયરમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેની સાથે કોઈ બોલીવુડ એક્ટર નહોતો કામ કરવા માંગતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ખુદ સોનમે આ વાતનો ખુલાસો કર્યો છે.

સાંવરિયાથી ડેબ્યૂ કરનારી સોનમે કહ્યું હતું કે, કારણે કે હું અનિલ કપૂરની દીકરી છું બધાને એવું લાગતું હતું કે હું ચાંદીની ચમચી સાથે જન્મેલી છું. પરંતુ એવું નથી. લોકોને એ નથી ખબર કે આઈશા અને દિલ્લી 6માં કામ કરવા માટે મે ઑડિશન આપ્યું હતું. ઑડિશનમાં પાસ થયા બાદ મને ફિલ્મ મળી.

સોમને કહ્યું કે, 'હું કહી નથી શકતી કે એ કેટલું મુશ્કેલ હતું. શું તમે જાણો છો ખૂબસૂરત બનાવવામાં અમને કેટલી મહેનત લાગી હતી. કોઈ બોલીવુડ એક્ટર મારી સાથે કામ નહોતો કરવા માંગતો કારણ કે ફિલ્મનું નામ ખૂબસૂરત હતું. મારે ફવાદ ખાનને પાકિસ્તાનથી લાવવો પડ્યો, અને જુઓ પછી શું થયું! ફવાદ ખાન એક મોટો સ્ટાર બની ગયો. તેમનામાં ખૂબ જ આત્મવિશ્વાસ આવી ગયો.'

તમને જણાવી દઈએ કે સોનમે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ નીરજા, દિલ્લી 6, એક લડકી કો દેખા તો ઐસા લગા, વીરે દી વેડિંગ જેવી ફિલ્મો કરી છે.

sonam kapoor khoobsurat