09 May, 2024 06:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ કપૂર આહુજા અને પતિ આનંદ આહુજાની તસવીર
સોનમ કપૂર આહુજા અને આનંદ એસ. આહુજા છઠ્ઠી મૅરેજ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. સોનમે હસબન્ડ સાથેના કેટલાક રોમૅન્ટિક ફોટો શૅર કર્યા છે. સાથે જ દીકરા વાયુ સાથેના પણ કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. ૨૦૨૨માં સોનમે દીકરાને જન્મ આપ્યો હતો. પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી, ‘લવ ઑફ માય લાઇફ. મારું સર્વસ્વ. તારો નિઃસ્વાર્થ પ્રેમ અને સપોર્ટ મારું સલામત સ્થાન છે. તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય મારી લાઇફનો બેસ્ટ નિર્ણય હતો. મારું માનવું છે આપણે સ્વર્ગમાં રહીએ છીએ. તારા પ્રત્યેની લાગણી હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી.’