કઝિનની હલ્દી સેરેમનીમાં કાંઈક આવા લૂકમાં જોવા મળી સોનમ કપૂર

16 May, 2019 04:15 PM IST  |  મુંબઈ

કઝિનની હલ્દી સેરેમનીમાં કાંઈક આવા લૂકમાં જોવા મળી સોનમ કપૂર

કઝિનના લગ્નમાં સોનમનો હતો આવો લૂક

બુધવારે સોનમ કપૂર પિતા અને ભાઈ સાથે સજીધજીને ઘરની બહાર નીકળતી જોવા મળી. કપૂર પરિવાર પ્રિયા સિંહની હલ્દી સેરેમનીમાં જઈ રહ્યો હતો. પ્રિયા સિંહ સોનમ કપૂરની માસીની દીકરી છે.

સોનમ કપૂર તેની ઑન ધ પોઈન્ટ ફેશન ચોઈસિસ માટે જાણીતી છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ સોનમ દરેક પ્રકારના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે. કઝિનના લગ્ન માટે સોનમે ઓલ્ડ ફેશન્ડ લૂક પર પસંદગી ઉતારી હતી. અને આ લૂક તેના પર ખૂબ જ શોભી રહ્યો હતો.


સોનમે તસવીર પોસ્ટ કરતાની સાથે જ આનંદ આહુજાનું તેના પર તરત રીએક્શન પણ આવી ગયું હતું.

કઝિનના લગ્નમાં જઈ રહેલી સોનમ

પ્રસંગમાં જઈ રહેલા અનિલ કપૂર

મહીપ કપૂર પણ પતિ સંજય કપૂર સાથે આ ફંક્શનમાં જોવા મળ્યા. આખો કપૂર પરિવાર ખુશખુશાલ જોવા મળી રહ્યો હતો.

મહિપ અને સંજય કપૂર

કઝિનના લગ્નમાં જઈ રહેલો હર્ષવર્ધન કપૂર

sonam kapoor anil kapoor bollywood news