પપ્પાના બર્થ-ડેએ પ્રેમ ભરેલા મેસેજ સાથે શુભકામના આપી સોનમ કપૂરે

25 December, 2018 05:23 PM IST  | 

પપ્પાના બર્થ-ડેએ પ્રેમ ભરેલા મેસેજ સાથે શુભકામના આપી સોનમ કપૂરે

સોનમે કર્યુ અનિલ કપૂરને ખાસ બર્થ-ડે વિશ

ગઈ કાલે અનિલ કપૂરના બર્થ-ડે પર સોનમ કપૂર આહુજાએ ડૅડીને સોશ્યલ મીડિયા પર ખૂબ જ લાગણીશીલ મેસેજ આપ્યો હતો. આવનારી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ના શૂટિંગ દરમ્યાનનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે એને કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ-ડે ડૅડ. આપણા બન્ને માટે આ વર્ષ ખૂબ જ અગત્યનું રહ્યું છે. મારી દસ વર્ષની કરીઅરમાં મેં તમારી સાથે સ્ક્રીન શૅર કરી અને તમારી કો-સ્ટાર પણ બની હતી. સાથે જ તમે મને પરણતાં પણ જોઈ હતી. આ સઘળુ કંઈ એક રોલર-કોસ્ટર રાઇડ જેવુ હતું. આ બધું કપરું તો હતું જ, સાથે જ સુંદર પણ હતું. તમે આપેલા પ્રેમ અને આદર્શોનો મારા ઉછેરમાં ઉમેરો કરવા માટે હું ખૂબ આભારી છું. તમને ભરપૂર પ્રેમ.’