કનિકા કપૂરના પક્ષમાં આવી સોનમ કપૂર તો થઈ ગઈ ટ્રોલ

21 March, 2020 10:08 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કનિકા કપૂરના પક્ષમાં આવી સોનમ કપૂર તો થઈ ગઈ ટ્રોલ

કનિકા કપૂર, સોનમ કપૂર

ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરે કનિકા કપૂરનો બચાવ કરતા કહ્યું કે જે દિવસે તે પાછી આવી હતી તે દિવસે ભારત હોળી રમવામાં હતો, આ બાબતે નેટિઝન્સે તેને પ્રશ્ન પૂછ્યા કે વિદેશથી આવ્યા પછી કનિકાને ધ્યાન રાખવું આવશ્યક કેમ ન લાગ્યું.

કોરોના પૉઝિટીવ આવ્યા બાદ સિંગર કનિકા કપૂર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે તેમ જ ક્રિટીસાઇઝ પણ થઈ રહી છે. જો કે, બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે તેનો બચાવ કર્યો છે. સોનમ કપૂર ગયા અઠવાડિયે લંડનથી પાછી આવ્યા પછી આઇસોલેશનમાં છે અને ટ્વિટર પર લખ્યું, "મિત્રો કનિકા કપૂર 9 તારીખના પાછી આવી છે. ભારત ત્યારે આઇસોલેશનમાં નહીં, પણ હોળી રમવામાં વ્યસ્ત હતો."

સોનમની આ દલીલ વાચ્યા પછી સોશિયલ મીડિયા પર તેના ફૉલોઅર્સે પૂછવાનું શરૂ કર્યું કે વિદેશમાંથી પાછા આવ્યા પછી તમારી જેમ આઇસોલેશનનું પાલન કેમ ન કર્યું? એક ફૉલોએરે પૂછ્યું, "તમે પોતે આઇસોલેશનમાં છો અને તમે અન્ય દેશોની સ્થિતિઓથી માહિતગાર છો, એવામાં તમને પોતાના સ્વાર્થને છોડીને બીજાની સુરક્ષા વિશે વિચારવું જોઇએ."

અન્ય એકએ લખ્યું, "પ્રિય સોનમ, વસ્તુઓને સરળ કરવાનું બંધ કરો." તો અન્ય એક એ લખ્યું, "એટલિસ્ટ તેમણે કેટલીક સાવચેતી રાખવી જોઇતી હતી કારણકે તેને ખબર હતી કે યૂકે અને વિશ્વના અન્ય દેશોમાં કોરોના વાયરસ ફેલાયેલો છે." કનિકા શુક્રવારે કોરોનાવાયરસ ટેસ્ટમાં પૉઝિટીવ જોવા મળી અને ત્યારથી તેના પર ક્રિટીસિઝમ થઈ રહ્યું છે.

ત્યાર બાદ તે લખનઉમાં એક પાર્ટીમાં પણ સામેલ થઈ. જેમાં ભાજપાના રાજકારણી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આને તેના સાંસદ પુત્ર દુષ્યંત સિંહે પણ ભાગ લીધો.

kanika kapoor coronavirus covid19 sonam kapoor bollywood bollywood news bollywood gossips