સોનમ કપૂરે બદલ્યુ નામ, જાણો કેમ?

15 February, 2019 08:53 PM IST  | 

સોનમ કપૂરે બદલ્યુ નામ, જાણો કેમ?

'ધ જોયા ફેક્ટર'નો પહેલો લૂક જાહેર

સોનમ કપૂર અને દુલકર સલમાનને તેમની આગામી ફિલ્મ 'ધ જોયા ફેક્ટર'નો પહેલો લૂક જાહેર કર્યો છે. હવે સોનમ કપૂરે આધિકારિક રીતે સોશિયલ મીડિયા હેન્ડલ પર તેનુ યુઝરનેમ 'જોયા સિંહ સોલંકી' કરીને ઉત્સુકતા સાથે આશ્ચર્યચકિત કર્યું છે.

સોનમ કપૂરનું આમ નામ બદલવુ તેમની આગામી ફિલ્મ ધ જોયા ફેક્ટરને દર્શાવે છે. આ ફિલ્મમાં સોનમ કપૂર જોયા સિંઘનું પાત્ર નિભાવી રહી છે. આ પહેલા સોનમ કપૂરનાં ટ્વિટર હેન્ડલનું નામ સોનમ કે. આહુજા હતું જે બદલીને જોયા સિંહ સોલંકી કરવામાં આવ્યું છે જેને જોઈને લાગી રહ્યું છે કે પ્રોડ્યુસર્સ ફિલ્મના પ્રચારમાં કોઈ કસર બાકી મુકવા માગતા નથી.

ફિલ્મની શૂટિંગ પહેલાથી જ શરુ થઈ ગઈ છે અને પ્રોડ્યુસર્સે ફિલ્મનો પહેલો લૂક રિલીઝ કર્યો છે જેમાં મુખ્ય કલાકારોની ઝલક જોવા મળી રહી છે. ફિલ્મ લેખક અનુજા ચૌહાનની સૌથી વધુ વેચાનારી બુક ધ જોયા ફેક્ટર પર આધારિત છે. પહેલા લૂકમાં સોનમ અને દુલકરના હાથોમાં બુક જોવા મળી અને આ બન્ને અભિનેતાઓના ચરિત્રનું નામ પણ જોવા મળી રહ્યું છે. ફિલ્મ ધ જોયા ફેક્ટર સાથે જ દુલકર સલમાન એક લીડ રોલ તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. આ પહેલા કારવાં ફિલ્મમાં જોવા મળ્યો હતો.

 

આ પણ વાંચો: T-Seriesની ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી, બનાવશે વેબ સિરીઝ-ફિલ્મો

 

'ધ જોયા ફેક્ટર' જોયા સિંહ સોલંકી નામની એક રાજપૂત યુવતી વિશે છે. જે એક એડવર્ટાઈઝમેન્ટ એજેન્સીમાં એક કર્મચારી તરીકે નોકરી કરે છે અને આ દરમિયાન તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે પરિચયમાં આવે છે. આ સ્ટોરીમાં જોયા કઈ રીતે 2010 વર્લ્ડ કપમાં ટીમ માટે લકી ચાર્મ બની જાય છે. ધ જોયા ફેક્ટર 5 એપ્રિલ 2019ના રિલીઝ થવા જઈ રહી છે.

sonam kapoor