હસબન્ડ માટે ચૉકલેટ વૉલનટ કેક બનાવી સોનમ કપૂર આહુજાએ

12 April, 2020 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હસબન્ડ માટે ચૉકલેટ વૉલનટ કેક બનાવી સોનમ કપૂર આહુજાએ

હસબન્ડ માટે ચૉકલેટ વૉલનટ કેક બનાવી સોનમ કપૂરે

સોનમ કપૂર આહુજાએ હસબન્ડ આનંદ આહુજા માટે વૉલનટ કેક બનાવી હતી. આ કેક બનાવતી વખતનો ફોટો સોનમે શૅર કર્યો હતો. ફોટોમાં સોનમ બ્લૅક ડ્રેસ પહેરીને કિચનમાં ઊભી છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી હત, ‘આજે મેં ચૉકલેટ વૉલનટ કેક બનાવી છે. હું ચૉકલેટ શોધી રહી હતી અને ફૉર્ચ્યુન ગોરમેટ ઇન્ડિયાએ મને સારી ક્વૉલિટીની ચૉકલેટ મોકલી હતી. મારા માટે ચૉકલેટની વ્યવસ્થા કરવા બદલ થૅન્ક યુ સો મચ. લવ યુ.’

આ ફોટો પર તેની સાસુ પ્રિયા આહુજાએ કમેન્ટ કરી હતી, ‘બેટા, કેક ખૂબ સ્વાદિષ્ટ હતી. વજન વધારવાનું કેવી રીતે મૅનેજ કરીશું? દરેકને એ ખૂબ ગમી હતી.’

sonam kapoor bollywood news entertainment news