સોનાલી રાઉતને જોઈને સલમાનને કૅટ યાદ આવી ગઈ

21 October, 2014 05:22 AM IST  | 

સોનાલી રાઉતને જોઈને સલમાનને કૅટ યાદ આવી ગઈ

અને આ સીઝનમાં હવે એલીની જગ્યાએ નંબર આવ્યો સોનાલી રાઉતનો. હા, સોનાલીને જોઈને પણ સલમાનને કૅટરિનાની યાદ આવી જાય છે. વાત એમ છે કે ‘બિગ બૉસ’ના ઘરમાં સોનાલી અને સુશાંત વાત કરતાં હતાં કે ‘બિગ બૉસ’ના ઘરમાં સૌથી વધુ સુંદર યુવતી કોણ છે એ વાતના જવાબમાં સોનાલીએ સુશાંતને કહ્યું હતું કે તે જ સૌથી વધુ સુંદર યુવતી છે, કારણ કે તેને જોઈને સલમાન ખાનને કૅટરિનાની યાદ આવી જાય છે જે હાલમાં રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ છે.