29 April, 2024 06:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી બેન્દ્રે , નોરા ફતેહી
નોરા ફતેહીએ થોડા સમય પહેલાં ફેમિનિઝનમે લઈને નિંદા કરી હતી. એને લઈને સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. નોરાએ એક શોમાં કહ્યું હતું, ‘હું નારીવાદ પર વિશ્વાસ નથી કરતી. ફેમિનિઝમને કારણે સમાજ પર ખરાબ અસર પડી રહી છે. ફેમિનિઝમને કારણે પુરુષોનું બ્રેઇનવૉશ થયું છે. જો પુરુષ કામ કરશે અને પરિવારની સુરક્ષા કરશે તો મહિલાઓ પણ યોગ્ય રીતે પાલનપોષણ કરી શકશે. મને કોઈની જરૂર નથી. હું પોતાનામાં જ પૂર્ણ છું. ફેમિનિઝમના આવા વિચારો મને બકવાસ લાગે છે. મને આઝાદ રહેવું છે, બાળકો પેદા નથી કરવાં અને લગ્ન નથી કરવાં એવી બાબતો પર વિશ્વાસ નથી કરતી.’
તેની આવી વાત પર સોશ્યલ મીડિયામાં યુઝરે લખ્યું કે ‘સંદીપ રેડ્ડી વાંગાને પોતાની અભિનેત્રી મળી ગઈ છે. તે પોતાની ફિલ્મોમાં મહિલાઓને કંઈક આવી રીતે જ દેખાડે છે જે રીતે નોરા વાત કરે છે.’ હવે તેની આ વાતને લઈને સેલિબ્રિટીઝ ભડકી છે. નોરાની વાત પર સોનાલી બેન્દ્રે બહલ કહે છે, ‘લોકોએ એવું માની લીધું છે કે ફેમિનિઝમનો અર્થ એટલે પુરુષોની નિંદા છે. આ વાત સાથે કેટલાય લોકો સહમત નથી. મને પણ પુરુષોની નિંદા કરવું પસંદ નથી. આપણને સમાન અધિકાર જોઈએ છે, જરા પણ ઉપર-નીચે નથી જોઈતું. ત્રાજવું જ્યારે હલે છે તો એ સંતુલન દેખાડે છે અને સમસ્યા ત્યારે ઊભી થાય છે.’ તો બીજી તરફ શ્રિયા પિળગાંવકર કહે છે, ‘લોકો ગૂગલ પર ફેમિનિઝમનો અર્થ બરાબર રીતે શોધી નથી શકતા. ફેમિનિઝમનો અર્થ છે સમાન હક. મને એવું લાગે છે કે અજાણતાંમાં એવા કેટલાક લોકો છે જે ફેમિનિસ્ટ છે, પરંતુ તેઓ એ માનવા તૈયાર નથી. તેમનું એવું માનવું છે કે ફેમિનિઝમનો અર્થ પુરુષોની નિંદા કરવાનો છે.’