સોનાક્ષીનો આજ સુધીનો સૌથી ટૂંકો ડ્રેસ

15 December, 2012 09:56 AM IST  | 

સોનાક્ષીનો આજ સુધીનો સૌથી ટૂંકો ડ્રેસ




આવો શૉર્ટ ડ્રેસ આ પહેલાં તેણે જાહેરમાં કે ફિલ્મોમાં ક્યારેય નથી પહેર્યો. રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રુપ ટેક્સટાઇલ, રિયલ્ટી, એન્ટરટેઇનમેન્ટ, હૉસ્પિટલિટી વગેરે ક્ષેત્રે પ્રવૃત્ત છે. તસવીર : અતુલ કાંબળે

સોનાક્ષી આપશે વિદ્યાને સ્પેશ્યલ ગિફ્ટ


થોડા દિવસ પહેલાં સોનાક્ષી સિંહા એક રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ અને હૉસ્પિટલિટી કંપનીની બ્રૅન્ડ-ઍમ્બેસેડર બની હતી. જોકે આ અવસરે તેને ટીખળ માટે પૂછવામાં આવ્યું કે વિદ્યા બાલન લગ્ન કરી રહી છે ત્યારે તું શું કોઈ પ્રૉપર્ટી ગિફ્ટ કરશે?

એ સમયે તેણે સ્પષ્ટપણે કહી દીધું હતું કે ‘હું માત્ર બ્રૅન્ડ-ઍમ્બેસેડર છું, માલિક નહીં. હું એમ જ મારી ઇચ્છા મુજબ કોઈને પ્રૉપર્ટી ગિફ્ટ કરતી ન ફરી શકું. મારે ટૅક્સના અધિકારીઓની પણ ચિંતા કરવાની હોયને?’ આ જવાબ છતાં જ્યારે વિદ્યાને શું ગિફ્ટ આપવાનું પસંદ કરશે એવું પૂછવામાં આવ્યું ત્યારે તેણે સિફતપૂર્વક કહેલું કે મેં તેને ખૂબ ખાસ ચીજ ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે, પરંતુ એ સીક્રેટ છે.