સોનાક્ષી સિંહાનું સીક્રેટ બહાર

26 December, 2011 05:49 AM IST  | 

સોનાક્ષી સિંહાનું સીક્રેટ બહાર

પહેલાં તો રણવીર સિંહ માટે તેણે કરણ જોહરના સ્ટાર વલ્ર્ડ પરના ચૅટ-શો ‘કૉફી વિથ કરણ’માં કરેલી કૉમેન્ટ્સ બાદ ટૉરોન્ટોમાં યોજાયેલા આઇફા (ધી ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડ્સમાં તેમણે સાથે કરેલા પફોર્ર્મન્સ બાદ તેમને લિન્ક-અપ કરવામાં આવ્યાં હતાં. જોકે કહેવામાં આવે છે કે તેઓ ક્યારેય એકબીજા સાથે પ્રોફેશનલ મિત્રતા સિવાય કોઈ અંગત મિત્રતા નહોતાં ધરાવતાં.

જોકે હવે બૉલીવુડમાં તેની પર્સનલ લાઇફ વિશે બીજી ચર્ચા શરૂ થઈ છે અને ફિલ્મજગત સાથે સંકળાયેલા તમામ લોકોને એ વાતની ખાતરી છે કે સોનાક્ષી અત્યારે પ્રેમમાં છે. કહેવામાં આવે છે કે સોનાક્ષી તેની સેલિબ્રિટી મૅનેજમેન્ટ કંપનીના માલિક બન્ટી સચદેવ સાથે પ્રેમમાં છે. જોકે બૉલીવુડ સાથે સંકળાયેલા લોકો એ નથી જાણતા કે બન્ને પોતાના સંબંધમાં કેટલાં ગંભીર છે, પણ તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે એ તો તેઓ કન્ફર્મ માને છે. તેમને લાગે છે કે એકબીજાને જાણવાની કોશિશ કરી રહ્યાં છે.

બન્ટી સચદેવનો ભૂતકાળ

બન્ટી સચદેવને આ પહેલાં પણ બૉલીવુડની જાણીતી અભિનેત્રીઓ સુસ્મિતા સેન, નેહા ધુપિયા અને દિયા મર્ઝિર સાથે લિન્ક-અપ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બન્ટીના લગભગ છ મહિના પહેલાં જ ડિવૉર્સ થયા છે. તેનાં લગ્ન એક હરીફ સેલિબ્રિટી મૅનેજમેન્ટ કંપનીમાં કામ કરતી યુવતી સાથે થયાં હતાં.