સોનાક્ષી સિંહા પોતાના ભાઈઓ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરશે

22 October, 2014 05:11 AM IST  | 

સોનાક્ષી સિંહા પોતાના ભાઈઓ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરશે


આ યાદીમાં સોનાક્ષી સિંહાનું નામ પણ ગઈ કાલે જોડાઈ ગયું છે. સોનાક્ષીના ભાઈ કુશ સિંહાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તે પોતે સોનાક્ષી અને પોતાના ભાઈ લવ સિંહા સાથે મળીને પ્રોડક્શન-કંપની શરૂ કરી રહ્યો છે. કુશ સંજય લીલા ભણસાલી અને અભિનવ કશ્યપ જેવા ફિલ્મમેકરોનો અસિસ્ટન્ટ રહી ચૂક્યો છે જ્યારે બૉલીવુડની સ્ટાર બનેલી બહેન સોનાક્ષીના કામનો અનુભવ પણ આ કંપનીમાં કામ લાગી શકે છે. આ ત્રિપુટી પોતાના પહેલા પ્રોડક્શન માટે કયા ઍક્ટરો સાથે ફિલ્મ કરશે એ મુદ્દા પર હજી કંઈ પણ નક્કી નથી થયું.