21 April, 2025 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘નિકિતા રૉય’નું પોસ્ટર
સોનાક્ષી સિંહા હાલમાં તેની તેલુગુ ડેબ્યુ ફિલ્મ ‘જટાધરા’ને કારણે ચર્ચામાં છે. સોનાક્ષીના ફૅન્સ આ ફિલ્મની રિલીઝ-ડેટની રાહ જોઈ રહ્યા છે ત્યારે સોનાક્ષીની એક નવી જ ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે. આ ફિલ્મ છે સાઇકોલૉજિકલ થ્રિલર ‘નિકિતા રૉય’. આ ફિલ્મ ૩૦ મેએ થિયેટરમાં રિલીઝ થશે. ‘નિકિતા રૉય’માં સોનાક્ષી સાથે અર્જુન રામપાલ અને પરેશ રાવલ પણ જોવા મળશે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે એને સોનાક્ષીના ભાઈ કુશ સિંહાએ ડિરેક્ટ કરી છે.
સોનાક્ષીએ બૉયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યાં ત્યારે તેને મમ્મી-પપ્પાનો સપોર્ટ મળ્યો હતો, પણ ભાઈ લવ-કુશ તેનાથી બહુ નારાજ હતા. ઝહીર સાથે લગ્ન કરવાના સોનાક્ષીના નિર્ણયથી ભાઈઓ અને બહેનના સંબંધમાં કડવાશ આવી ગઈ છે. જોકે હવે ભાઈના ડિરેક્શનમાં બનેલી ‘નિકિતા રૉય’માં સોનાક્ષી મુખ્ય રોલમાં કામ કરી રહી છે ત્યારે લાગે છે કે આ ફિલ્મે ભાઈ-બહેનના સંબંધોનું અંતર ઘટાડવાનું કામ કર્યું છે.