સોનાક્ષીનું મિત્રો સાથે ધમાલ બર્થ-ડે સેલિબ્રેશન

03 June, 2025 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દિવસની ઉજવણીનો વિડિયો સોનાક્ષીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યો છે.

જન્મદિવસની પાર્ટી માટે સોનાક્ષીએ બૉડી-હગિંગ પોલ્કા ડૉટ ડ્રેસ પહેર્યો હતો

સોનાક્ષી સિંહાની બીજી જૂનના દિવસે ૩૮મી વર્ષગાંઠ હતી અને તેણે પોતાના ફ્રેન્ડ્સ અને ખાસ મિત્રો તેમ જ પતિ ઝહીર ઇકબાલ અને હુમા કુરેશી સાથે ધમાલ-મસ્તી કરીને આ દિવસનું સેલિબ્રેશન કર્યું હતું. આ દિવસની ઉજવણીનો વિડિયો સોનાક્ષીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વિડિયોમાં સોનાક્ષી ખુરસી પર બેઠેલી જોવા મળે છે અને તેની આસપાસ તેના મિત્રો અને પતિ ઝહીર જોવા મળે છે. તેઓ બર્થ-ડે સૉન્ગમાં સોનાક્ષીને ‘સોનુ’ કહીને બોલાવી રહ્યા છે. વિડિયોમાં ઝહીર પત્ની સોનાક્ષીની ગોદમાં બેસેલો જોવા મળે છે, જ્યારે સોનાક્ષી હસવાનું રોકી શકતી નથી. જન્મદિવસની પાર્ટી માટે સોનાક્ષીએ બૉડી-હગિંગ પોલ્કા ડૉટ ડ્રેસ પહેર્યો હતો અને તે બહુ સુંદર લાગી રહી હતી.

sonakshi sinha zaheer iqbal happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood