03 October, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૩ ઑક્ટોબરે આવી રહી છે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલની તૂ હૈ મેરી કિરન
સોનાક્ષી સિન્હા અને તેનો પતિ-ઍક્ટર ઝહીર ઇકબાલ ટૂંક સમયમાં ‘તૂ હૈ મેરી કિરન’ ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મની જાહેરાત મેકર્સ દ્વારા કરી દેવામાં આવી છે. આ સાથે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ રોમૅન્ટિક થ્રિલર હશે અને એ ૨૩ ઑક્ટોબરે રિલીઝ થશે.
સોનાક્ષીએ છેલ્લા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી અંતર જાળવી રાખ્યું હતું તો તેના પતિ ઝહીર ઇકબાલનો પણ કોઈ નવો પ્રોજેક્ટ સામે આવ્યો નહોતો. હવે આ કપલ ટૂંક સમયમાં ‘તૂ હૈ મેરી કિરન’માં સાથે અભિનય કરતું જોવા મળશે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં સોનાક્ષી એક ટેબલ પર લૅપટૉપ પર કામ કરતી જોવા મળે છે, જ્યારે તેની બાજુમાં બેઠેલો ઝહીર તેને એકીટશે જોઈ રહ્યો છે. સોનાક્ષી અને ઝહીરની એકબીજા સાથેની આ પહેલી ફિલ્મ છે.