15 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાક્ષી અને તેનો પતિ ઝહીર ઇકબાલ
સોનાક્ષી અને તેનો પતિ ઝહીર ઇકબાલ હાલમાં સ્વિટ્ઝરલૅન્ડમાં વેકેશન ગાળી રહ્યાં છે અને તેમણે પોતાના આ વેકેશનની રોમૅન્ટિક તસવીર અને વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે જે વાઇરલ થઈ ગયાં છે. સોનાક્ષી અને ઝહીરે લગભગ સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ગયા વર્ષે રજિસ્ટર્ડ મૅરેજ કર્યા હતા અને બન્ને અવારનવાર તેમની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતાં રહે છે.